સંતશ્રી વેલનાથ જયંતિ ઉત્સવ સમિતિ રાજકોટ દ્વારા કાલે શોભાયાત્રાનું ભવ્ય આયોજન

સંતો સહિત સમાજના અગ્રણીઓ જોડાશે : શોભાયાત્રાના રૂટ પર ઠેર ઠેર સ્વાગત: સરબત, છાશ, તથા પ્રસાદીનું વિતરણ સેવાભાવી સંસ્થાઓ દ્વારા કરાશે

ચુંવાળીયા કોળી સમાજ વિદ્યાર્થી બોર્ડીંગ પ્રેરીત સંતશ્રી વેલનાથ જયંતિ ઉત્સ્વ સમિતિ દ્વારા આગામી તા.7ના રવિવારે બહુમાળી ભવન ચોકથી સવારે 9 કલાકે સંતશ્રી વેલનાથબાપુની 25મી ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન થશે.શોભાયાત્રામાં સાંસદ, ચંદુભાઈ શિહોરા, સાંસદ ગેનીબેન ઠાકોર, કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, ગુજરાત ચુંવાળીયા કોળી સમાજ પ્રમુખ ધર્મેશભાઈ જંજવાડીયા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, પુર્વ સાંસદ દેવજીભાઈ ફતેપરા, પુર્વ ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, પુર્વ કેન્દ્રીય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરા, કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણીયા, ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર, શામજીભાઈ ચૌહાણ, કોર્પોરેટર કંકુબેન ઉધરેજા, જીલ્લા પંચાયત સભ્ય નયનાબેન ભરતભાઈ બાળોન્દ્રા રાજકોટ તાલુકા પંચાયત ચેરમેન ભરતભાઈ ડાભી, નટુભાઈ કુંવરીયા, ભુપતભાઈ ડાભી, ભાનુબેન સોરાણી, દેવુબેન જાદવ, પ્રસિદ્ધ લોકગાયીકા લલીતાબેન ઘોડાદ્રા, શૈલેષભાઈ માલમ, દિવ્યેશભાઈ સોલંકી સહિત સમાજના સંતશ્રી રામદાસબાપુ, સંતશ્રી સુંદરનાથબાપુ, વાઘજી ભગત, મનુભાઈ ઘેણોજા, સહિત સમાજ સૌરાષ્ટ્ર ગુજરાતના અસંખ્ય આગેવાનો જોડાશે. મુખ્ય દાતા ઉદયભાઈ કાનગડ (ધારાસભ્ય રાજકોટ) તથા દિપકભાઈ બાબરીયા તથા ખીમજીભાઈ મકવાણા સહિત અનેક દાતાઓ શોભાયાત્રામાં જોડાશે.

આ શોભાયાત્રાને સફળ બનાવવા ચુંવાળીયા કોળી વિદ્યાર્થી બોર્ડિંગ, જય વેલનાથ સમૂહલગ્ન સમિતિ, જય વેલનાથ મહિલા મંડળ, જય વેલનાથ યુવક મંડળ, સમાજના સરપંચશ્રી તાલુકા જીલ્લા પંચાયતના સભ્યશ્રી તથા સમસ્ત કોળી સમાજના તમામ શહેર જીલ્લાના મંડળો જોડાશે. શોભાયાત્રાના રૂટ ઉપર ઠેર-ઠેર સ્વાગત, સરબત, છાશ તેમજ પ્રસાદીનું વિતરણ સેવાભાવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે.શોભાયાત્રાને સફળ બનાવવા ઉત્સવ સમિતિના પ્રમુખ દેવાંગભાઈ કુકાવા, મહામંત્રી દિપકભાઈ બાબરીયા, ઈન્ચાર્જ દેવભાઈ કોરડીયા, ખજાનચી દિપકભાઈ માણસુરીયા, નૈમીષભાઈ દાદુકીયા, વિજયભાઈ મેથાણીયા, હરેશભાઈ કુકાવા, ચેતન માણસુરીયા, સચીનભાઈ ચૌહાણ, અક્ષર ડાભી, સંદિપ બાબરીયા, મેહુલ કોલાદ્રા ઉપપ્રમુખો, સંગઠનના મંત્રી સહમંત્રી, સહ ખજાનચી કારોબારી સભ્યો સહિત તમામ આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE