રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાન દ્વારા સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી કરાઈ વિતરણ

રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના સંસ્થાપક પૂ. શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસ સ્વામીની ૧૨૩ મી જન્મ જયંતી અષાઢી બીજ રથયાત્રાના દિવસે આવતી હોય તેમના સામાજિક કાર્યોની સ્મૃતિમાં રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાન દ્વારા અનેરી સામાજિક સેવા કરી શાસ્ત્રીજી મહારાજને ભાવાંજલી અર્પવાનો સંકલ્પ કરાયેલ. પૂ. ગુરુદેવના આવા ઉમદા કાર્યોની પરંપરા ચાલુ રાખી આ વર્ષે ગુરુકુલના સંતો દ્વારા આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને સ્કૂલ ડ્રેસ, સ્પોર્ટ્સ ડ્રેસ, સ્કૂલ બેગ, બૂટ, ફૂલ સ્કેપ ચોપડા, સ્ટેશનરી કીટ વિતરણ કરી ગરીબ બાળકો પ્રત્યે લાગણી દર્શાવી હતી. શ્રી દેવકૃષ્ણદાસ સ્વામી અને મહંત સ્વામી શ્રી દેવપ્રસાદદાસ સ્વામીની પ્રેરણાથી સંતો અને હરિભક્તો તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીના સહયોગથી રાજકોટમાં સરકારી સ્કૂલો શાળા નં. ૮૮, ૬૯, ૬૫, ૫૧, ૨૮, ૮, ૨૦ વગેરેમાં અભ્યાસ કરતા ઝૂંપડપટ્ટીના બાળકો તથા ગરીબ ઘરના બાળકોને ઉપરોક્ત વસ્તુ સંતોના હસ્તે વિતરીત કરવામાં આવી હતી. અભિયાનમાં શ્રી સંતવલ્લભ સ્વામી, કૃષ્ણસ્વરૂપ સ્વામી, જ્ઞાનજીવન સ્વામી, આનંદસ્વરૂપ સ્વામી વગેરે સંતો અને આશિષભાઈ સાકરિયા, દિલીપભાઈ સોરઠિયા, નિમિષ મુંગરા વગેરે હરિભક્તોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE