સેન્સેક્સ પ્રથમ વખત 79000ને પારઃ નિફ્ટીએ પણ બનાવ્યો રેકોર્ડ

રોકાણકારોને ૪૪.૦૧ લાખ કરોડની કમાણી ભારત હેડલાઈન, તા.૨૭ ભારતીય શેરબજાર રેકોર્ડ બ્રેક તેજી સાથે સતત નવી સર્વોચ્ચ ટોચ બનાવી રહ્યું છે. લોકસભા ચૂંટણીના પરિણામો વખતે નોંધાયેલા મોટા કડાકા બાદ સેન્સેક્સ માત્ર ૧૬ ટ્રેડિંગ સેશનમાં જ ૬૯૬૪.૮૬ પોઈન્ટ ઉછળ્યો છે. જૂન મહિનામાં સેન્સેક્સ અને નિફ્ટીએ રેકોર્ડ પર રેકોર્ડ બનાવી રહ્યો છે. સેન્સેક્સ આજે સુધારા તરફી ખૂલ્યા બાદ NEET ૭૯૭૯૬૦૩ની રેકોર્ડ ટોચે પહોંચ્યો હતો. નિફ્ટી ૨૩૯૭૪.૭૦ની સર્વોચ્ચ ટોચ નોંધાવ્યા બાદ ૧૦.૫૦ વાગ્યે ૧૮.૧૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૩૮૫૦.૭૦ પર ટ્રેડ થઈ રહ્યો હતો. સેન્સેક્સ પેકની ૧૧ સ્કિપ્સ ગ્રીન ઝોનમાં અને ૧૯ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહી હતી. બીએસઈ ખાતે ૨૩૩ શેર્સ અપર સર્કિટ, ૧૫૬ શેર્સ લોઅર સર્કિટ, જ્યારે ૨૪૦ શેર્સ વર્ષની ટોચે અને ૨૨ શેર્સ વર્ષના તળિયે પહોંચ્યા હતા. અંતે સેન્સેક્સ ૫૬૮.૯૩ પોઈન્ટ ઉછળી ૭૯૨૪૩.૧૮ અને નિફ્ટી ૧૭૫.૭૦ પોઈન્ટ ઉછળી ૨૪૦૪૪.૫૦ પર બંધ રહ્યો હતો અને રોકાણકારોને ૪૪.૦૧ લાખ કરોડની બમ્પર કમાણી થઈ હતી.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE