ન્યાય ખાતા કર્મચારી મંડળી યુનિયન વર્ગ-3ની સાધારણ સભામાં હોદેદારોની કરાઈ બિનહરીફ વરણી

વાર્ષિક અહેવાલ રજૂ કરાયો: નિવૃત થયેલા કર્મચારીઓનુ કરાયું સન્માન

રાજકોટ જિલ્લા ન્યાયખાતાના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી તથા રાજકોટ જીલ્લા ન્યાયખાતા કર્મચારી યુનિયન (વર્ગ-3નું કર્મચારી મંડળ) સને 2023-2024ની વાર્ષિક સાધારણ સભા અને હોદેદારોની બિનહરીફ ચૂંટણી તા.17ના રોજ રાજશ્રૃંગાર પાર્ટી પ્લોટ, બીગ બજાર પાસે, 150 ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે યોજાયેલ હતી. જેમાં કાર્યક્રમના અધ્યક્ષ તરીકે મુખ્ય જિલ્લા ન્યાયાધીશ વી.બી. ગોહિલ તથા અતિથિ વિશેષ તરીકે અધિક જિલ્લા ન્યાયાધીશ જે.ડી. સુથારનાં હસ્તે દિપ પ્રાગટય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ ત્યારબાદ મંડળી તથા મંડળના હોદ્દેદારો દ્વારા વાર્ષિક હિસાબો જાહેર કરવામાં આવેલ હતાં. વર્ષ 2023-2024માં નિવૃત થયેલાં કર્મચારીઓ તથા રાજકોટ જિલ્લા ન્યાયખાતા માંથી અન્ય ખાતામાં સરકારી સેવામાં જોડાયેલા કર્મચારીઓને હોદેદારોએ તથા સભ્યોનું શાલ ઓઢાડી સન્માનિત કરી શુભેચ્છાઓ પાઠવેલ હતી.

રાજકોટ જિલ્લા ન્યાયખાતાના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીમાં ભુગુરાજસિંહ જાડેજા (પ્રમુખ), રાજેન શાહ (માનદ મંત્રી), રોહિત રાવલ (ઉપપ્રમુખ), દિગ્વિજિયસિંહ જાડેજા (ઉપપ્રમુખ), ધવલ ભુંભરીયા (પ્રવકતા), પ્રેમલ ગણાત્રા (પ્રવકતા), હરકિશન રામાણી (મીડીયા ઈન્ચાર્જ) કારોબારી સભ્યઓ ધર્મેશ મહેતા, વિપુલ ભુત, દિગ્નેશ ભટ્ટ, આનંદ રાઠોડ, પરેશ ઠાકર, રવિ સોલંકી, ચેતન રાઠોડ, હિતેષ પરમાર તેમજ રાજકોટ જિલ્લા ન્યાયખાતા કર્મચારી યુનિયન (વર્ગ-3નું કર્મચારી મંડળ)માં ધર્મેશ જે.મહેતા, (પ્રમુખ), રવિ સોલંકી (સેક્રેટરી) દિગ્નેશ ભટ્ટ (ઉપપ્રમુખ), દિગ્વિજયસિંહ જાડેજા (ઉપપ્રમુખ), પ્રેમલ ગણાત્રા (જોઈન્ટ સેક્રેટરી), પરેશ ઠાકર (પ્રવકતા), મેઘજી સીસારા (પ્રવકતા), વ્યવસ્થાપક સભ્યઓ ભુગુરાજસિંહ જાડેજા, રાજેન શાહ, આનંદ રાઠોડ, કીરીટ ચૌહાણ, પિયુષ રૈયાણી, અબ્દુલ સીંધી, હરેશ ભડલીયા, રશેન્દુ અવાસીયા, પિયુષ કારીયા, મનિષ પંડયા, સંજય સોલંકી, સમીર તલાટીયા, જયેશ બારૈયા, અને આર.કે. સીંધવની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી.

જેમાં કર્મચારી મંડળીમાં ભુગુરાજસિંહ જાડેજા (પ્રમુખ) રાજેન શાહ (માનદ મંત્રી) તરીકે સર્વાનુમતે સતત આઠમી વખત બિનહરીફ વરણી થતા હોદેદારો અને કારોબારી સભ્યો દ્વારા તેમનું હર્ષોલ્લાસ તથા આનંદની લાગણી સાથે વિશેષ સન્માન કરવામાં આવેલ હતું. પ્રારંભે હરકિશનભાઈ રામાણીએ સ્વાગત કયુ હતું. અંતે આભાર વિધિ ઉપપ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ કરેલ હતી.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE