સમસ્ત રાવળ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા ભૂમિ પૂજન અને માપણીનો કાર્યક્રમ યોજાયો

સરકાર દ્વારા વિચરતી વિમુકત જાતિમાં સમાયેલા રાવળ સમાજના 174 પરિવારોને રાજકોટ જિલ્લાના પીપડીયા ગામ ખાતે પ્લોટ ફાળવાયા હતાં. આ તકે રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં પીપડીયા ગામ ખાતે માપણી અને ભૂમિપૂજન ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ તકે રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશી તથા આસિસ્ટન્ટ કલેક્ટર નિશા ચોધરી રાજકોટ 2 તથા તેમની ટીમ સરપંચ કાનાભાઈ તથા તલાટી સોનલબેન ડૉબરીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ આયોજનને સફળ બનાવવા સમસ્ત રાવળ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના પ્રમુખ ગોપાલ બોરાણા તથા તેમની ટીમ રાજુભાઈ બોરાણા, મહેશભાઈ ગોહેલ , કમલેશભાઈ મચ્છોયા, રાજેન્દ્રભાઇ સોઢા, નરેશભાઈ મેર, ધર્મેશભાઈ સોઢા, નીરવભાઈ વાણીયા, સુનિલ પેથાનિ, મેહુલભાઈ ગોહેલ, લખમણભાઇ પરમાર, અમુભાઈ સોઢા, ખીમજીભાઈ સોઢા, દિવ્યેશ ભોજક, જીતુંભાઈ બોડા, દીપકભાઈ બોડા, મૂકેશભાઈ બોડા, મૂકેશભાઈ ભોજક વગેરે રાવળ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE