વર્ગ-2ના અધિકારીનો ચાર્જ વર્ગ-3ના કર્મચારીને આપવો પડયો : એનઓસી આપવાની સત્તા ચીફ ફાયર ઓફિસર સિવાય કોઇને નથી : ટીપીઓની જેમ ડેપ્યુટેશન પર અધિકારી આપવા માંગણી
રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં એક મહિના પહેલા લાગેલી આગની કરૂણ દુર્ઘટનાની તપાસ રાજકોટથી માંડી રાજય સરકાર કક્ષાએ હજુ ચાલી રહી છે ત્યારે આ ગેમ ઝોનના બાંધકામ, ફાયર એનઓસી સહિતની બાબતમાં સૌથી મોટી બેજવાબદારી દાખવનાર મનપા તંત્ર પર તપાસની વીજળી ખાબકેલી છે. આ પ્રકરણમાં મનપાની બે મુખ્ય બ્રાંચ ટાઉન પ્લાનીંગ અને ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગના વર્ગ-1ના બે અધિકારી સસ્પેન્ડ થઇ જતા મનપામાં તમામ મુખ્ય કામગીરી સ્થગિત જેવી હાલતમાં આવી ગઇ છે. તો જે કાયદાનો હવે કડકાઇથી અમલ કરવા રાજય સરકારે આદેશ આપ્યો છે તે ફાયર એનઓસીના કામ કરવા માટે આજની તારીખે કોર્પોરેશનમાં કોઇ જવાબદાર અધિકારી જ ન હોવાની સ્થિતિ સર્જાઇ છે. ફાયર એનઓસીની મુખ્ય કામગીરી જે અધિકારીઓ અત્યાર સુધી કરતા હતા તે બંને અધિકારીની ધરપકડ થઇ ચૂકી છે. અગાઉ એસીબીએ ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખાભાઇ ઠેબાની ધરપકડ કરી હતી.
દસાડાના સવલાશ-બજાણા બ્રિજ નીચેથી પસાર થતા પાણીમા અસંખ્યા માછલીઓ મોતને ભેટી
આ બાદ બે દિવસ પહેલા ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરની પણ ધરપકડ કરીને રીમાન્ડ પર લેવામાં આવ્યા છે. ઇલેશ ખેર વર્ગ-1ના અને ઠેબા વર્ગ-2ના અધિકારી હતા. ડે.ફાયર ઓફિસરને અગાઉ જ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તો હવે એકાદ દિવસમાં ઇલેશ ખેર પણ 48 કલાકની કસ્ટડીના કારણે સસ્પેન્ડ થશે તેમ માનવામાં આવે છે. હાલ ડે.ફાયર ઓફિસરનો ચાર્જ વર્ગ-3ના કર્મચારીને સોંપવામાં આવ્યો છે. ફાયર એનઓસી સહિતની મુખ્ય મંજૂરી અને પ્રક્રિયામાં ચીફ ફાયર ઓફિસરની સહી ચાલે છે. સરકાર સાથેના પત્ર વ્યવહાર, બે શાખાઓ વચ્ચેના વ્યવહારમાં સીએફઓની મુખ્ય કડી હોય છે.
દસાડાના બજાણા પોલીસ મથક હદ વિસ્તારથી SMCએ પરપ્રાંતિય દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
પરંતુ હવે ફાયરના બંને મુખ્ય અધિકારીની ધરપકડ થઇ ચૂકી છે ત્યારે મનપામાં હવે ફાયર એનઓસી મંજૂરીની કામગીરી કોણ કરશે તે સવાલ છે. અગાઉ ટાઉન પ્લાનીંગ ઓફિસર સાગઠીયા પાસેથી ચાર્જ લઇ લેવામાં આવ્યો તે સાથે સરકારે કાર્યકારી ટાઉન પ્લાનીંગ ઓફિસર મૂકી દીધા હતા. એટલે કે ટીપીને લગતી કામગીરીમાં ઇન્ચાર્જ વડા છે. પરંતુ ફાયર બ્રિગેડમાં અન્ય કોઇ અધિકારી આ ચાર્જને લાયક ન હોય, વર્ગ-1ની જગ્યા તો ખાલી જ છે. ભુતકાળમાં એટીપીને પણ ટીપીઓના ચાર્જ આપવામાં આવ્યા છે.
પરંતુ ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ કોઇને આપી શકાય તેમ નથી. કેડરથી માંડી પગાર ધોરણ અને સત્તાઓમાં મોટો ફર્ક છે. એક તરફ કોર્પોરેશને સરકારના માર્ગદર્શન હેઠળ શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, વાડીઓને ફાયર સેફટીના સાધનો મૂકવા અને એનઓસી મેળવવાની શરતે જગ્યા ખોલવા મંજૂરી આપી છે. હજુ હોટલ, રેસ્ટોરન્ટ સહિતના ધંધાર્થીઓ પણ આવી માંગણી કરી રહ્યા છે. પરંતુ હવે ફાયર એનઓસી અરજી આવવા છતાં તેના નિકાલ માટે કોઇ વ્યવસ્થા રહી નથી.
થોડા દિવસો પહેલા પદાધિકારીઓ મુખ્યમંત્રીને મળ્યા ત્યારે પણ રાજકોટને ફાયર ઓફિસર આપવા રજુઆત કરી હતી. આ સમયે તો ચીફ ફાયર ઓફિસરને હજુ આરોપી પણ બનાવાયા ન હતા. હવે બંને મુખ્ય ફાયર અધિકારી પોલીસ રીમાન્ડમાં છે ત્યારે મનપામાં કોઇને ચાર્જ આપવા જેવી હાલત પણ રહી નથી. આ સંજોગોમાં પદાધિકારીઓ અને કમિશ્નર ફરી ફાયર ઓફિસરની માંગણી સરકાર પાસે કરનાર છે. જે રીતે ઇન્ચાર્જ ટીપીઓ મૂકવામાં આવ્યા તે રીતે ડેપ્યુટેશન પર ચીફ ફાયર ઓફિસર મૂકવામાં આવે તેવી માંગણી સરકારના ધ્યાન પર મૂકવામાં આવી છે.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogD