પાટડી નગરના પ્રવેશ માર્ગ પર આવેલ કચરાના ઢગલા દૂર કરી વૃક્ષારોપણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના મુખ્ય મથક પાટડી નગરને સુશોભિત બનાવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જેમાં પાટડી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મોલેશ પટેલના પ્રયત્નો થકી પાટડી ગામ તળાવ પર લેક ફ્રન્ટ સાત કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે આ ઉપરાંત પાટડી નગરના વિરમગામ રોડ પર આવેલ કચરાના ઢગલાથી નગરના પ્રવેશદ્વારમાં જ ગંદકીનુ સામ્રાજ્ય જોવા મળતું હતું અહીં સમગ્ર નગરનો કચરો ઠાલવામાં આવતો હતો જે સ્થળ થોડા મહિના પહેલા બદલીને પાટડી સીમ વિસ્તારમાં લઈ જવામાં આવ્યુ છે આ ઉપરાંત વર્ષોથી એકઠા થયેલા કચરાને દૂર કરી વૃક્ષારોપણની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને નગરની શોભા વધારવા પાટડી નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સાહિતના ચુંટાયેલ પ્રતિનિધિઓ તથા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે આ બાબતે પાટડી નગરપાલિકાના ઉપપ્રમુખ હિતેશ રાવલે જણાવ્યું કે પાટડી નગરપાલિકા દ્વારા નગરના વિકાસ માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જેમાં પાટડી વણીન્દ્રધામથી પાટડી નગર સુધી કોરિડોર બનાવવાની કામગીરી નજીકના દિવસોમાં જ હાથ ધરવામાં આવશે તથા હાલ ઘન કચરો ઠાલવવામાં આવતો હતો ત્યાં વૃક્ષારોપણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં પ્રોટેક્શન દિવાલ પણ કરવામાં આવનાર છે અને ઘટાદાર વૃક્ષોનો ઉછેર કરવામાં આવશે પાટડી નગરના લોકોને વધુને વધુ સુવિધા મળી રહે તે માટે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE