ISROના પુષ્પકને મળી સતત ત્રીજી સફળતા, રીયુઝેબલ લોન્ચ વ્હીકલની સફળ લેન્ડિંગ

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ તેના રીયુઝેબલ લોન્ચ વ્હીકલ- એલઈએક્સ-૦૩ (RLY-LE.X-03) પુષ્પક એ સતત ત્રીજી વખત સફળ લેન્ડિંગ કરીને મોટી સફળતા મેળવી છે. બેંગ્લુચ્ચી થોડાક દૂર ચિત્રદુર્ગમાં ભારે પવન વચ્ચે આરએલવી પુષ્પકે સતત ત્રીજી વખત સફળ લેન્ડિંગ કરી છે. મળતી માહિતી પ્રમાણે, ઈસરો તરફથી આરએલવી પુષ્પક વિમાનનું પરીક્ષણ સવારે ૭.૧૦ વાગ્યે બેંગ્લુરથી લગભગ ૨૨૦ કિમી દૂર ચિત્રદુર્ગ જિલ્લાના ચક્યાકેરેમાં એરોનોટિકલ ટેસ્ટ રેન્જ (એટીઆર)માં કરવામાં આવ્યું હતું. ઈન્ડિયન એરફોર્સના ચિનુક હેલિકોપ્ટરથી આ વિમાનને ૪.૫ કિમીની ઉંચાઈ સુધી લઈ દવામાં આવ્યો હતો અને તેને રનવે પર લેન્ડિંગ માટે છોડી દેવામાં આવ્યો હતોબીજા એક્સપેરિમેન્ટ દરમિયાન પુષ્પકને ૧૫૦ મીટરના કોસ રેન્જથી છોડવામાં આવ્યું હતું. આ વખતે ક્રોસ રેન્જ વધારીને ૫૦૦ મીટર કરવામાં આવ્યું હતું. જ્યારે પુષ્પક હેલિકોપ્ટરથી છોડવામાં આવ્યું ત્યારે તેની લેન્ડિંગ વેલોસિટી ૩૨૦ કિમી પ્રતિકલાકથી વધુ હતી. બ્રેક પેરાશૂટની મદદથી ટચડાઉન માટે વેલોસિટીને ઘટાડી ૧૦૦ કિમી પ્રતિકલાક સુધી લઈ જવામાં આવ્યો હતો..

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE