બાલાજી વેફર્સમાં નિકળેલા “દેડકા”નું કનેકશન નીકળ્યુ રાજકોટના ભૂતપૂર્વ કલેકટર પ્રદીપ શર્મા સાથે !?

બહુચર્ચિત બાલાજી વેફર્સમાં દેડકો નીકળ્યાનો વિવાદ હજુ સમ્યો નથી ત્યાં રાજકોટમાં નવો વિવાદ સામે આવ્યો !?

બાલાજી વેફર્સ પ્રા.લી. વડવાજડી હસ્તકની કટારીયા એજન્સીએ કુદરતી સંપતિ નદીમાં પ્રવેશ કરી વરસાદી પાણીના નિકાલમાં અવરોધ ઉભો કરી આસપાસનું જાહેરજીવન અને પર્યાવરણ જોખમમાં મુકાય તેવું પગલુ ભર્યુ !?

Now Dead Frog Found in Balaji Wafers Packet. What's Going Wrong?

તાજેતરમાં જામનગરમાં બાલાજી વેફર્સના એક પેકેટમાં નિકળેલા “દેડકા”નું કનેકશન રાજકોટના ભૂતપૂર્વ કલેકટર પ્રદીપ શર્મા સાથે હોય તેવું પ્રકાશમાં આવ્યું છે. બહુચર્ચિત બાલાજી વેફર્સમાં દેડકો નીકળ્યાનો વિવાદ હજુ સમ્યો નથી ત્યાં રાજકોટમાં નવો વિવાદ સામે આવ્યો છે. લોધીકાના વડ વાજડી ગામે સરકારી ખરાબાની સર્વે નં. ૧૦૦ પૈકીની જમીન ઔધોગિક હેતુ માટે વેંચાણથી લીધેલ હતી તે જમીન નદી ટચ હોવાથી બાલાજી વેફર્સ પ્રા.લી. વડવાજડી હસ્તકની કટારીયા એજન્સીએ કુદરતી સંપતિ નદીમાં પ્રવેશ કરી વરસાદી પાણીના નિકાલમાં અવરોધ ઉભો કરી આસપાસનું જાહેરજીવન અને પર્યાવરણ જોખમમાં મુકાય તેવું પગલુ ભર્યુ છે.
ગુજરાત જમીન મહેસુલ અધિનિયમ – ૧૮૭૯ની કલમ – ૬૫ હેઠળ રાજકોટ કલેકટર દ્વારા બિનખેતી ઔધોગિક હુકમ નં. ૧૧૫૧/૦૯/૦૭/૦૦૬/૨૦૨૨ તા.૦૬-૧૦-૨૦૨૨ થી બિનખેતી પરવાનગી આપી તે હુકમની શરતોમાં ૧૨ નંબરની શરતનું જાહેર ઉલંઘન બાલાજી વેફર્સ પ્રા.લી.હસ્તકની કટારિયા એજન્સીએ કરેલ છે. જે શરતમાં જમીનમાં વરસાદી પાણીના તેમજ ભુગર્ભ વહનની વ્યવસ્થા કરીને બાંધકામ કરવા તંત્રએ સુચના આપેલ હોવા છતાં પણ કુદરતી સંપતિ નદીમાં પેશકદમી કરેલ જેથી વડવાજડી ગામની નદીનો દેડકો બાલાજી વેફર્સના પેકિંગમાં પ્રવેશ કરી જામનગરમાં નિકળ્યો.!!
શું બાલજી વેફર્સ પ્રા. લીએ તેમની પેટા એજન્સીને લાગુ જમીનની બાજુમાં નદીના વહેણમાં બાંધકામ કરી દબાણ કરવા લીલો પરવાનો આપ્યો કે પછી તંત્રની મિલીભગત છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE