IND vs USA: ટી-20 વર્લ્ડ કપના સુપર-8માં પહોંચ્યું ભારત, અમેરિકાને 7 વિકેટે હરાવ્યું, સૂર્યાએ ફટકારી ફિફ્ટી

IND vs USA T20 World Cup 2024: ટી20 વર્લ્ડ કપ 2024ની 25મી મેચમાં ભારતે અમેરિકાને 7 વિકેટે હરાવ્યું હતું. બંને ટીમો વચ્ચે આ મેચ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ હતી.

કેબિનેટ મંત્રી પદ ન મળવાથી NCP નારાજ

India vs USA T20 World Cup 2024: ટી20 વર્લ્ડ કપ 2024ની 25મી મેચમાં ભારતે અમેરિકાને 7 વિકેટે હરાવ્યું હતું. બંને ટીમો વચ્ચે આ મેચ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ હતી. આ જીત સાથે ભારતે સુપર-8માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું. તે ગૂ્રપ એમાંથી સુપર-8માં પહોંચનારી સૌપ્રથમ ટીમ બની હતી. ભારતે અગાઉ આયર્લેન્ડ અને પાકિસ્તાનને હરાવ્યું હતું. તો બીજી તરફ કો-હોસ્ટ અમેરિકાને ટૂર્નામેન્ટમાં પ્રથમ હારનો સામનો કરવો પડ્યો હતો. આ પહેલા તેણે કેનેડા અને પાકિસ્તાનને હરાવ્યું હતું.

મોદી સાથે 71, ઓબીસીના 27 અને એસસી કેટેગરીના 10 મંત્રીઓએ શપથ લીધા, વાંચો લાઈવ અપડેટ્સ અહીં

ભારતના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તેણે ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી. અમેરિકી કેપ્ટન મોનાંક પટેલ ઈજાના કારણે આ મેચમાં રમ્યો નહતો. તેની જગ્યાએ આરોન જોન્સે કેપ્ટનશિપ કરી હતી, અમેરિકાએ 20 ઓવરમાં 8 વિકેટે 110 રન બનાવ્યા હતા. ભારત તરફથી અર્શદીપ સિંહે 4 વિકેટ લીધી હતી. હાર્દિક પંડ્યાને 2 સફળતા મળી હતી. ભારતે 18.2 ઓવરમાં 3 વિકેટે 111 રન ફટકારીને મેચ જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયા તરફથી સૂર્યકુમાર યાદવે અણનમ 50 રન બનાવ્યા હતા. શિવમ દુબેએ અણનમ 31 રન ફટકાર્યા હતા. ઋષભ પંતે 18 અને રોહિત શર્માએ 3 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી ખાતું ખોલાવી શક્યો ન હતો. અમેરિકા તરફથી સૌરભ નેત્રવલકરે 2 વિકેટ લીધી હતી.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogDk

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE