જિલ્લા પંચા. પ્રમુખ પ્રવિણાબેન સંજયભાઈ રંગાણી સહિતનાએ રૂપાલાજી અને માંડવીયાજીની તરફેણમાં મતદાન કરવા બદલ ગ્રામ્ય જનતાનો કર્યો આભાર વ્યક્ત

જિલ્લા પંચા. પ્રમુખ પ્રવિણાબેન સંજયભાઈ રંગાણી સહિતનાએ રૂપાલાજી અને માંડવીયાજીની તરફેણમાં મતદાન કરવા બદલ ગ્રામ્ય જનતાનો કર્યો આભાર વ્યક્

ઉપપ્રમુખ રાજેશભાઈ ડાંગર, કારોબારી ચેરમેન પી.જી. કયાડા , સવિતાબેન ગોહેલ, વિરલભાઈ પનારાત થા સદસ્યોએ પણ પાઠવી શુભેચ્છાઓ

 Bjp તરફી જંગી મતદાન કરી પુરષોત્તમ રૂપાલાજી અને મનસુખભાઈ માંડવીયાજીને વિજયી બનાવવા બદલ રાજકોટ જિલ્લાની ગ્રામ્ય જનતાનો આભાર વ્યક્ત કરતા રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન સંજયભાઈ રંગાણીએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમા અને ભાજપના વડપણ હેઠળની એનડીએ સરકારના ૧૦ વર્ષના કાર્યકાળ દરમ્યાન કરેલા દેશના આર્થિક અને સર્વાંગી વિકાસ, કુશળ વિદેશ નિતિ, સુખી અને સમૃદ્ધ ભારતના નિર્માણ માટેની કટ્ટીબધ્ધતા અને વિકસીત ભારતના સંકલ્પને સાકાર કરવાની પ્રતિબધ્ધતા જેવા કાર્યોને ધ્યાનમાં રાખીને રાજકોટની ગ્રામ્ય જનતાને ખોબલે ભરી ભરીને જંગી મતદાન ભાજપ તરફી કરી પુરષોત્તમ રૂપાલા અને મનસુખભાઈ માંડવીયાને રેકોર્ડ બહુમતીથી વિજયી બનાવવા બદલ રાજકોટ જિલ્લાના તમામ ચુંટાયેલા જન પ્રતિનિધિઓ, જિલ્લા ભાજપ સંગઠનના તમામ હોદ્દેદારો, કાર્યકર્તાઓ, તમામ મોરચાના હોદેદારો, સહકારી આગેવાનો, સરપંચશ્રીઓ, સામાજિક સંસ્થાના આગેવાનો તેમજ જિલ્લાની ગ્રામ્ય જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. મોદીજીના હાથ મજબુત કરીને વિકસીત રાષ્ટ્રના યજ્ઞમા યોગદાન બદલ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન સંજયભાઈ રંગાણી, ઉપપ્રમુખ રાજેશભાઈ ડાંગર, પી.જી. કયાડા કારોબારી ચેરમેન, સવિતાબેન ભરતભાઈ ગોહેલ શાસક પક્ષ નેતા, વિરલભાઈ પનારા દંડકએ તથા તમામ સમિતિનાં ચેરમેનશ્રીઓ અને જિલ્લા પંચાયતનાં તમામ સદસ્યશ્રીઓએ રાજકોટ જિલ્લાની ગ્રામ્ય જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE