મોદીથી પણ મોટા નેતા ! 32માંથી 31 બેઠકો જીતીને બીજીવાર બનશે મુખ્યપ્રધાન

પ્રેમ સિંહ તમંગ, 1993માં સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ (SDF)માં જોડાયા અને 1994માં ચકુંગ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડીને વિધાનસભામાં પહોંચ્યા. પવન કુમાર ચામલિંગની SDF સાથે મતભેદ થતા, સિક્કિમ ક્રાંતિકારી મોરચા SKMના નામે અલગ પક્ષ રચ્યો અને 2019માં બહુમતી મેળવીને સરકાર બનાવી. હવે 2024માં પણ 32માંથી 20 બેઠક પર જીત મેળવી છે, અને બાકીની બેઠકો પૈકી મોટાભાગની બેઠકો પર તેમના પક્ષના ઉમેદવારો, તેમની નજીકના પ્રતિસ્પર્ધી કરતા આગળ ચાલી રહ્યાં છે.

મોદીથી પણ મોટા નેતા ! 32માંથી 31 બેઠકો જીતીને બીજીવાર બનશે મુખ્યપ્રધાન, જાણો સિક્કિમના એ ક્રાંતિકારી નેતાને

સિક્કિમમાં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીના પરિણામ આજે જાહેર થયા છે. અત્યાર સુધી સિક્કિમ વિધાનસભાના જાહેર થયેલા પરિણામો અને હાથ ધરાઈ રહેલ મતગણતરીમાં સરસાઈ ભોગવતી બેઠકોને ધ્યાને લઈએ તો, સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM)ની રાજ્ય સરકાર બનશે. મત ગણતરીના વલણો અનુસાર, SKM રાજ્યની કુલ 32 બેઠકોમાંથી 20 બેઠક પર જીત મળી ચૂકી છે. અને હજુ પણ બહુમતી બેઠકો પર આગળ છે. SDF એક બેઠક પર આગળ છે. પ્રેમ સિંહ તમંગ સિક્કિમના વર્તમાન મુખ્યમંત્રી છે. તેઓ 2019માં રાજ્યના છઠ્ઠા મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા હતા. હવે 2024માં ફરીવાર સિક્કિમના મુખ્ય પ્રધાન બનશે.

પ્રેમ તમંગ 1994માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા

પ્રેમ સિંહ તમંગ પશ્ચિમ સિક્કિમથી આવે છે અને 1990 ના દાયકાની શરૂઆતથી રાજકારણમાં સક્રિય છે. 1993માં પ્રેમ સિંહ તમંગ સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ (SDF)માં જોડાયા અને 1994માં ચકુંગ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડીને વિધાનસભામાં ધારાસભ્ય તરીકે પહોંચ્યા હતા. આ પછી તેઓ રાજ્ય સરકારમાં મંત્રી પણ બન્યા અને 2009 સુધી કેબિનેટ મંત્રી રહ્યા.

SKMની રચના 2013માં થઈ હતી

પવન કુમાર ચામલિંગની SDF સાથે રાજનીતિની શરૂઆત કરનાર પ્રેમ સિંહ તમંગ લગભગ 16 વર્ષ સુધી પાર્ટીમાં રહ્યા. આ પછી તેમણે બળવો કર્યો. 2013 માં, પ્રેમ સિંહ તમંગે સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM) નામે નવા પ્રાદેશિક રાજકીય પક્ષની રચના કરી અને 2019 માં પ્રથમ વાર સિક્કિમ ક્રાંતિકારી મોરચો સિક્કિમમાં વિધાનસભાની ચૂંટણી લડ્યા.

જ્યારે સિક્કિમ ક્રાંતિકારી મોરચાએ 2019 માં વિધાનસભાની ચૂંટણી લડી હતી, ત્યારે તેણે સિક્કિમ રાજ્યની 32 માંથી 17 બેઠકો પર જીત મેળવી હતી અને પાર્ટીને સ્પષ્ટ બહુમતી પણ મળી હતી. આ પછી પ્રેમ સિંહ તમાંગ સિક્કિમ રાજ્યના મુખ્યમંત્રી બન્યા. 2024ની વિધાનસભાની સ્થિતિ જોઈએ તો,  આ સમાચાર લખાઈ રહ્યાં છે ત્યા સુધીમાં કુલ 32 બેઠકની વિધાનસભાના જાહેર થયેલા પરિણામ પૈકી 20 બેઠક પર સિક્કિમ ક્રાંતિકારી મોરચાના ઉમેદવારો જીત્યા છે. બાકીની 20 બેઠકો પર તેમના નજીકના પ્રતિસ્પર્ધી કરતા આગળ ચાલી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE