પોલીસે સીસીટીવીના આધારે તપાસ આદરી
વિઠ્ઠલપુર ગામે રહેતા ગરીબ પરિવારની રોજીરોટી સમાન બે ભેંસો એક પાડો વાડા માથી ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ કોડીનાર તાલુકાનાં વિઠ્ઠલપુર શેઢાયા રોડ પર સોંદરવા ધીરુભાઈ પોલાભાઈની વાડીના ઢાળીયા કુલ 8 દુધાળા પશુમાંથી 14 સપ્ટેમ્બરના રાત્રીના સમયે અજાણ્યા ઈસમો બે ભેંસો અને એક પાડો એમ કુલ ત્રણ પશુઓ અંદાજે 2.20000 બે લાખ વિસ હાજાર ની ચોરી કરી નાસી જતા પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી.
વિઠ્ઠલપુરના પૂર્વ સરપંચ પ્રતાપભાઈ મહિડા ના માર્ગદર્શન થી પોલીસ ફરિયાદ કરવામાં આવી સાથે ટિમ બનાવી આજુબાજુના ગામોના સીસી ટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા છે અને તપાસ શરૂૂ કરવામાં આવી છે.
Post Views: 97