જૂનાગઢમાંથી મોંઘી સ્પોર્ટ્સ સાઈકલની ચોરી કરતો તસ્કર ઝડપાયો, 14 સાયકલ કબજે

જૂનાગઢ શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી સાયકલની ચોરી કરનાર તસ્કરને પોલીેસ ચોરીની 14 સાયકલ સાથે દબોચી લીધો છે. તસ્કરની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જુનાગઢ એ ડિવિઝન પોલીસે શહેરના અલગ અલગ વિસ્તારમાંથી સાયકલો ચોરનાર ચોરને ઝડપી પાડ્યો છે. જુનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ બી.બી કોળી અને તેમનો પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.

ત્યારે તેમને બાતમીના આધારે જૂનાગઢના ઇન્દિરા નગરમાં રહેતા હરસુખ નાનજી સોલંકી નામના ચોરને ઝડપી પાડ્યો હતો. એ ડિવિઝન પોલીસે હરસુખ સોલંકીને જુનાગઢ શહેરમાંથી ચોરેલી 14 સાયકલો જેની કિંમત 40,000 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. પકડાયેલ હરસુખ નાનજી સોલંકી શહેરની અલગ અલગ જગ્યાએથી સાયકલો ચોરતો હતો અને પોતે ચોરેલ સાયકલ પોતાના ઘરે જ તેના ડેલામાં રાખતો હતો અને બાદમાં આ સાયકલોની સારી કિંમત મળતા બજારમાં વેચી મારતો હતો.પકડાયેલ ચોર વિરુદ્ધ અન્ય કેટલા ગુના નોંધાયા છે અને અન્ય કોઈ ચોરીમાં સંડોવાયેલ છે કે નહીં જેને લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE