બપોરે એક વાગ્યા સુધીમાં ગીર સોમનાથ સહિત 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

અમદાવાદ: ગુજરાતમાં રવિવારે 153 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ આણંદના આંકલાવમાં 42 એમએમ નોંધાયો છે. ત્યારે હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, આજે બપોરે એક વાગ્યા સુધીમાં 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી છે.

હવામાન વિભાગે આપેલા વેધર મેપ પ્રમાણે, આજે બપોરે એક વાગ્યા સુધીમાં ગીર સોમનાથ, અમરેલી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી, દમણમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારોમાં સામાન્ય ગાજવીજ અને 40 કેએમપીએચ સાથે પવન ફૂંકાશે. આ સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, આજે સોમવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર,અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણમાં, દાદરા નગર હવેલી; સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ સામાન્ય ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE