ગોંડલમાં શનિવારથી જન્માષ્ટમીના મેળાનો પ્રારંભ

જન્માષ્ટમી ના પર્વ નિમિત્તે ગોંડલ કોલેજ ચોક પાસે આવેલ સંગ્રામજી હાઈસ્કૂલ ના મેદાનમાં નગરપાલિકા સંચાલિત લોકમેળો યોજાશે. અંદાજે 5 એકર ના મેદાનમાં આગામી 24 ઓગસ્ટ થી 30 ઓગસ્ટ સુધી સાત દિવસ મેળો ચાલશે અને અંદાજ મુજબ રોજના 30 હજારથી વધુ લોકો મેળાની મજા માળવા આવશે. ત્યારે મેળાને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

સાત દિવસ દરમ્યાન 2.5 લાખ થી વધુ લોકો લોકમેળા ની મજા માળશે તેવો અંદાજ છે.જેમાં વિવિધ રાઇડ્સ અને સ્ટોલસ ઉભા કરાશે. મેળામાં એક વિશાળ 40સ30 નો સ્ટેજ પણ તૈયાર થઈ રહ્યો છે. સાત દિવસ દરમ્યાન સ્ટેજ પર ધાર્મિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. જન્માષ્ટમીના દિવસે રાત્રી ના 12 વાગ્યે મટકી ફોડ નો કાર્યક્રમ પણ યોજાશે.

ગોંડલ માં લોકમેળામાં 2 ટોરા ટોરા, ચાર બ્રેક ડાન્સ, 3 કોલંબસ (નાવડી), 3 મોટા ઝુલા (ફઝર ફાળકા), સલામ્બો, ડ્રેગન ટ્રેન સહિત નાના બાળકો માટે 25 થી વધુ રાઈડ્સ, જમ્પિંગ, તેમજ અવનવી રાઈડ્સો મેળામાં આકર્ષણ જમાવશે. સાથે મેળામાં 100 થી વધુ ખાણી પીણી, રમકડાં, ઠંડા પીણાં, આઈસ્ક્રીમના સ્ટોલ હશે. ગોકુળીયા ગોંડલમાં સાત દિવસ યોજાનાર લોકમેળા દરમ્યાન 2.5 લાખથી વધુ લોકો લોકમેળાની મજા માળશે તેવો અંદાજ છે.જેના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત, સીસીટીવી કેમેરા, ફાયર સ્ટાફ, એમ્બ્યુલન્સ સહિતની સુરક્ષા વ્યવસ્થા પણ તૈયાર કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE