તારક મહેતાના પિતા શ્યામસિંહ લોઢાનું નિધન

શૈલેષ લોઢાએ પિતાની આંખોનું દાન કર્યુ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના એક્ટર શૈલેષ લોઢાના પિતા શ્યામ સિંહ લોઢાનું જોધપુરમાં નિધન થયું છે. એક્ટરે તેના ઈન્સ્ટાગ્રામ પર એક ઈમોશનલ પોસ્ટ દ્વારા તેના પિતાના નિધનના સમાચાર શેર કર્યા છે. ટીવી સેલિબ્રિટી અને કવિ શૈલેષ લોઢાના પિતા છેલ્લા દોઢ મહિનાથી બીમાર હતા.

શ્યામ સિંહ લોઢા સામાજિક કાર્યકર હતા. તે છેલ્લા દોઢ મહિનાથી બીમાર હતા અને પરિવારના ઘણા પ્રયત્નો છતાં બીમારીને કારણે તેમનું મૃત્યુ થયું છે. શૈલેષ લોઢાએ પણ પોતાના પિતા સાથેના સંબંધો વિશે કેટલીક ખાસ વાતો પોસ્ટ દ્વારા શેર કરી છે. શૈલેષે તેના પિતા સાથેની એક તસવીર શેર કરી અને લખ્યું, પહું જે કંઈ પણ છું, હું તમારો પડછાયો છું. આજે જ્યારે સૂર્યે વિશ્વને પ્રકાશિત કર્યું ત્યારે મારા જીવનમાં અંધકાર છવાઈ ગયો. પપ્પા અમને છોડી ગયા. એક્ટરની આ પોસ્ટે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. શૈલેષ લોઢાએ પિતાની આંખોનું દાન કર્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE