ઉગ્ર રજુઆતને પગલે ચકમક ઝર્યા બાદ અતુલ રાજાણી, ગાયત્રીબા સહિત સાત આગેવાનોની કરાઈ અટકાયત
ટીઆરપી ગેમઝોનના આરોપમાં કરવામાં આવેલ ધરપકડમાં મનસુખ સાગઠીયા પાસે કરોડોનુ સોનુ ઝડપાયા બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આ ઘટના બાદ કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા પુર્વ ટીપીઓ એમ.ડી. સાગઠીયાનો નાર્કો ટેસ્ટ કરવા માંગણી કરી છે. આ અંગે જયારે કોંગ્રેસ અગ્રણીઓ પોલીસ કમિશ્નરને રજુઆત કરવા જતા બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. તમામ કોંગ્રેસ અગ્રણીઓની ધરપકડ કરવામાં આવી હતી. કોંગ્રેસ અગ્રણી અતુલ રાજાણી, ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા, જશવંતસિંહ ભટ્ટી, ધરમભાઈ કાંબલીયા, રાજદીપસિંહ જાડેજા, વશરામ સાગઠીયા સહીતના આગેવાનો પોલીસ કમિશ્નર કચેરીએ આવેદનપત્ર પાઠવવા ગયા હતા. મનસુખ સાગઠીયાનો નાર્કો ટેસ્ટ કરવાની કોંગ્રેસએ માંગણી કરી હતી. આ સમયે બન્ને વચ્ચે બોલાચાલી થતા પોલીસ કમિશ્નર કોંગ્રેસ અગ્રણીઓને બહાર કાઢયા હતા.
ત્યારબાદ કોંગ્રેસ અગ્રણીઓએ પણ પોલીસ કમિશ્નર કચેરી ‘પોલીસ કમિશ્નર હાય..હાય’ના નારા લગાવ્યા હતા જેને પગલે તમામ કોંગ્રેસ અગ્રણીઓની ધરપકડ કરી પ્રનગર પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી જણાવે છે કે, શાંતિપૂર્ણ કરવા ગયેલ રજુઆતમાં અમારી ધરપકડ કરવામાં આવી. અમારી માંગ છે કે સાગઠીયાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે જેથી ભાજપના અગ્રણીઓની પોલ ખુલે. વધુમાં તેઓ જણાવે છે કે, પોલીસ કમિશ્નરની અગાઉ એપોઈન્ટમેન્ટ લઈ પાંચ વ્યક્તિ રજુઆત કરવા ગયા હતા. પરંતુ માંગણી અંગે બોલાચાલી થતા પોલીસ કમિશ્નર કચેરીમાંથી કાઢી મુકયા.
આ ઉપરાંત પત્રકારો માટે પણ પ્રવેશબંધી કરતા મામલો બીચકાયો હતો. અમારો ઉકેલ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવાનો હતો. નાર્કો ટેસ્ટ થયા બાદ ભાજપના ભ્રષ્ટ આગેવાનોના નામ બહાર આવશે. હાલ કોંગ્રેસ સમીતીના પ્રમુખ અતુલ રાજાણી, વશરામભાઈ સાગઠીયા, ગાયત્રીબા, અશોકસિંહ વાઘેલા, જશવંતસિંહ ભટ્ટી, ધરમભાઈ કાંબલીયા, રાજદીપસિંહ જાડેજાની ધરપકડ કરી પ્રનગર પોલીસ સ્ટેશન લઈ જઈ ગુનો નોંધવામાં આવ્યો હતો.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog