કેન્દ્રનું ફેક્ટ ચેક યુનિટ ગેરબંધારણીય : મુંબઇ હાઇકોર્ટ

ઇન્ફ્રોર્મેશન ટેકનોલોજી અને સોશ્યલ મીડિયાના આજના યુગમાં કોણ સાચુ અને કોણ ખોટુ તે પારખવું મુશ્કેલ બને છે અને અનેક વખત વાયરલ ઓડિયો-વિડીયો કે પોસ્ટ જયારે મોટુ નુકસાન કરે છે ત્યારે તેની ગંભીરતા વધી જાય છે પરંતુ મહત્વનું એ છે કે કોણ સાચુ, કોણ જુઠ્ઠુ તે નિશ્ચિત કોણ કરે અને આજે જયારે આપણી આસપાસ વિશ્વાસનું વાતાવરણ ગુમ થવા લાગ્યું છે અને તેની જગ્યા જુમલા અને પ્રોપેગંડાનો યુગ આવી ગયો છે.

તે સમયે ઓનલાઇન માહિતી કે સમાચારમાં પણ સ્વાભાવિકપણે ફેકટ ચેક સૌથી મહત્વનું બની જાય છે પરંતુ તેમાં જે ન્યાયધીશ બને તેની વિશ્વાસપાત્ર ઉપર સવાલ હોય અને તે જો ચુકાદા આપવા માંડે તો કદાચ જુઠનું સચ અને જુઠનું સચ થતા વાર ન લાગે કેન્દ્રની મોદી સરકારે જયારે આ પ્રયોગ કરવાનો પ્રારંભ કર્યો તો તુર્ત જ પહેલા સુપ્રિમ કોર્ટે તેના પર રોક લગાવી દીધી.

મુંબઇ હાઇકોર્ટે સરકારના ફેકટ ચેક યુનિટને જ ફગાવી દીધુ છે જો આ યુનિટ અને તેના સંબંધીત કાનુનો અમલમાં આવ્યા હોય તો એ પણ ગણી ન શકાય કે લોકસભા ચૂંટણીથી અત્યાર સુધી કેટલા લોકો જેલમાં ગયા હોય, ગઇકાલે જ મુંબઇ હાઇકોર્ટના ન્યાયમૂર્તિ જસ્ટીસ એ.એસ.ચંદુરકરએ આઇટી સુધારા એકટ હેઠળ કેન્દ્રને ફેકટ ચેક યુનિટ બનાવવાની જે સતા આપી હતી.

તે ભારતના બંધારણની કલમ 14 (સમાનતાનો અધિકાર) અને કલમ 19 (વિચારોની અભિવ્યકિત)નો ભંગ કરે છે તેમ કહીને તે સત્તાને ગેરબંધારણીય ગણાવી હતી. વાસ્તવમાં બંધારણના ઉલ્લંઘન થાય તેવી કોઇપણ કાનુની જોગવાઇ દેશની સંસદ મંજૂર કરે તે પણ આશ્ચર્ય છે કારણ કે બંધારણની રખેવાળની જવાબદારી સંસદ અને આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓની છે.

સરકારે ફેકટ ફોલ્સ અને મીસલીડીંગ જેવા શબ્દોની ભરમાળ સર્જીને વાસ્તવમાં સરકારની ટીકા કરતા હોય કે તેનાથી સરકારને નુકસાન થતું હોય તેને તુર્ત જ વાયરલ થતું અટકાવવા માટે પ્રયત્ન કર્યો હતો.

જોકે મુંબઇ હાઇકોર્ટે અગાઉ ફંડીંગ ચુકાદો આપ્યો હતો અને તેથી હાઇકોર્ટ દ્વારા ત્રીજા ન્યાયમૂર્તિને પોતાનો ચુકાદો આપવા જણાવતા તેઓએ આ રીતે ફેકટ ચેક યુનિટને રદ કર્યુ છે અને તેથી જ હાલ તુરત તો સરકાર માટે એક આંચકો છે.

જોકે તેનો અર્થ એ નથી કે સોશ્યલ મીડિયામાં આવતા તમામ ખબરો સત્ય હોય છે અથવા તેની ખાતરી થઇ હોય છે પણ વાયરલ શબ્દ જ એવો છે કે તેને ભાગ્યે જ રોકી શકાય છે અને હાઇકોર્ટ કોર્ટના ન્યાયમૂર્તિ એ.એસ.ચંદુરકરે પણ તે જ કર્યુ અને એ પણ આકરી ભાષામાં કહ્યું અભિવ્યકિતની સ્વતંત્રતા છે તેને કાનુન અને વ્યવસ્થાની ગુલામ બનાવી શકો નહીં.

વાસ્તવમાં આપણા રાજકીય નેતાઓના બેફામ વિચારોનો પર ભાગ્યે જ કોઇ અંકુશ આવે છે તે સમયે હાઇકોર્ટે સ્પષ્ટ કહ્યું કે સરકારએ ખાસ કરીને ઓનલાઇન કન્ટેનમાં ફેક ન્યુઝ અને ફ્રી સ્પીચ વચ્ચે એક ભેદરેખા દોરી લેવી જોઇએ અને ફકત સરકાર માને છે તેથી તે ફેક ન્યુઝ બની જતા નથી.

આમ ફરી એક વખત દેશની અદાલતો નાગરિકોના મુળભુત અધિકારોની સુરક્ષા માટે આગળ આવી છે પરંતુ તેનાથી સોશ્યલ મીડિયાની જવાબદારી ઘટતી નથી અને વાસ્તવિકતા છે કે સોશ્યલ મીડિયામાં તેની અતિરેક પણ થઇ રહ્યો છે.

આ અગાઉ સર્વોચ્ચ અદાલતે ફેકટ ચેક યુનિટ પર સ્ટે આપ્યો હતો અને હવે મુંબઇ હાઇકોર્ટના ચુકાદાથી સરકાર માટે ફેકટ ચેક યુનિટને તાળા લગાવી દેવા પડયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE