મૂળ ખંભાળિયાના વતની અને હાલ જામનગર નિવાસી યુવાન યોગ કોચ અનિરુદ્ધ સિંહ સોઢા એ ગત 21 ઓગસ્ટ થી 24 ઓગસ્ટ 2024 દરમિયાન આંતરરાષ્ટ્રીય યોગાસન સ્પર્ધા શ્રીલંકાના કોલંબો ખાતે ભારત તરફથી પ્રતિનિધિત્વ કરી ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યું છે સિનિયર કેટેગરી મેલ માં રમનાર દ્વારકા જિલ્લાના આ યુવાને ફાઇનલ રાઉન્ડમાં યજમાન શ્રીલંકાના સ્પર્ધકને હરાવી પ્રથમ સ્થાન મેળવ્યું છે.આ તકે તેમણે તેમના યોગગુરૂૂ દ્રષ્ટિબેન બારીયાનો ખૂબ ખૂબ આભાર માન્યો છે.
તેમના મુજબ ગુરુજીના આશીર્વાદથી હું ઠ.ઋ.ઋ.ઢ.જ.ઈંએશિયા પેસિફિક યોગાસન ચેમ્પિયનશિપ 2024 શ્રીલંકામાં સિનિયર કેટેગરીમાં 1 રેન્ક ગોલ્ડ મેડલ વિજેતા બન્યો છું આ પ્રસંગે દેવભૂમિ દ્વારકા તેમજ જામનગર બંને જિલ્લાઓમાં આ યુવા ખેલાડીની સૌ કોઈ પ્રશંસા કરી હર્ષ ઉલ્લાસ સાથે આ સિદ્ધિ ને બિરદાવી રહ્યા છે.
Post Views: 68