મહિલા ટી20 વર્લ્ડ કપ 2026: જો ટીમ ઈન્ડિયા જીતશે તો થશે કરોડોનો વરસાદ, ICC એ પ્રાઈઝ મનીમાં કર્યો ધરખમ વધારો

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વનડે વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચ્યા બાદ હવે ચાહકોની નજર આગામી મહિલા ટી20 વર્લ્ડ કપ પર ટકી છે. 12 જૂનથી શરૂ થઈ રહેલા આ મહાકુંભ માટે ICC દ્વારા ઈનામી રકમની જાહેરાત કરવામાં આવી છે, જેમાં મોટો વધારો જોવા મળ્યો છે. આ વખતે વર્લ્ડ કપની કુલ ઈનામી રકમ અંદાજે 82 કરોડ રૂપિયા રાખવામાં આવી છે.

વિજેતા ટીમ પર થશે કરોડોનો વરસાદ

ICC દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ, મહિલા ટી20 વર્લ્ડ કપ 2026 માટે કુલ 82.64 કરોડ રૂપિયાની ઈનામી રકમ નક્કી કરાઈ છે. ગયા વર્ષની સરખામણીએ આ વખતે પ્રાઈઝ મનીમાં 10 ટકાનો વધારો થયો છે.

  • વિજેતા ટીમ (Winner): અંદાજે 8 કરોડ રૂપિયા ($2,340,000)

  • રનર-અપ ટીમ (Runner-up): અંદાજે 10 કરોડ રૂપિયા ($1,170,000)

  • સેમીફાઇનલિસ્ટ: અંદાજે 29 કરોડ રૂપિયા

વર્લ્ડ કપ 2026: ભારતની મેચોનું શેડ્યૂલ

આ ટૂર્નામેન્ટમાં ભારત ગ્રુપ 1 માં છે. ભારતની મહત્વની મેચો નીચે મુજબ છે:

  • 14 જૂન: ભારત vs પાકિસ્તાન (બર્મિંગહામ)

  • 17 જૂન: ભારત vs નીધરલેન્ડ (લીડ્સ)

  • 21 જૂન: ભારત vs દક્ષિણ આફ્રિકા (માન્ચેસ્ટર)

  • 25 જૂન: ભારત vs બાંગ્લાદેશ (માન્ચેસ્ટર)

  • 28 જૂન: ભારત vs ઓસ્ટ્રેલિયા (લોર્ડ્સ)

મહત્વની તારીખો

  • ટૂર્નામેન્ટની શરૂઆત: 12 જૂન 2026

  • સેમીફાઇનલ 1: 30 જૂન 2026 (ધ ઓવલ)

  • સેમીફાઇનલ 2: 2 જુલાઈ 2026 (ધ ઓવલ)

  • ફાઈનલ: 5 જુલાઈ 2026 (લોર્ડ્સ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE