વૈભવ-જુરેલના તોફાનમાં ઉડી ગયું RCB, રાજસ્થાન રોયલ્સે લગાવી જીતની ચોગ્ગી

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એક શાનદાર મુકાબલો ખેલાયો હતો. આ મેચમાં રિયાન પરાગે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 201 રન બનાવ્યા હતા.જવાબમાં વૈભવ સૂર્યવંશી અને ધ્રુવ જુરેલની તોફાની બેટિંગના દમ પર રાજસ્થાન રોયલ્સની ટીમે 18મી ઓવરમાં જ 6 વિકેટે મેચ જીતી લીધી હતી.આ સાથે જ રાજસ્થાન રોયલ્સે જીતનો ચોગ્ગો (સતત ચોથી જીત) ફટકારી દીધો છે.

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પાર કર્યો 200 રનનો આંકડો

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી RCBની શરૂઆત સારી રહી નહોતી. ફિલ સોલ્ટ પ્રથમ બોલે જ પેવેલિયન ભેગો થયો હતો, જ્યારે દેવદત્ત પડિક્કલે પણ માત્ર 14 રન જ બનાવ્યા હતા. વિરાટ કોહલીએ આક્રમક અંદાજમાં રમતા 16 બોલમાં 32 રનની ઇનિંગ રમી હતી. કેપ્ટન રજત પાટીદારે શાનદાર બેટિંગ કરતા 40 બોલમાં 63 રન બનાવ્યા હતા.જેમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ હતા.

કૃણાલ પંડ્યા અને જીતેશ શર્મા ખરાબ રીતે નિષ્ફળ રહ્યા હતા.અંતમાં રોમારિયો શેફર્ડે 11 બોલમાં 22 રન બનાવ્યા, તો ઇમ્પેક્ટ પ્લેયર તરીકે આવેલા વેંકટેશ અય્યરે 15 બોલમાં અણનમ 29 રન ફટકાર્યા હતા. આ ઇનિંગ્સના કારણે RCBની ટીમે 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 201 રન બનાવ્યા હતા.રાજસ્થાન રોયલ્સ તરફથી જોફ્રા આર્ચર, રવિ બિશ્નોઈ અને બ્રિજેશ શર્માએ 2-2 વિકેટ ઝડપી હતી.

રાજસ્થાનની જીતના હીરો બન્યા વૈભવ સૂર્યવંશી અને ધ્રુવ જુરેલ

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની શરૂઆત પણ નબળી રહી હતી.યશસ્વી જયસ્વાલ માત્ર 13 રન બનાવી આઉટ થયો હતો.ત્યારબાદ ધ્રુવ જુરેલ અને વૈભવ સૂર્યવંશીનું તોફાન જોવા મળ્યું હતું.વૈભવ સૂર્યવંશીએ માત્ર 26 બોલમાં 300ની સ્ટ્રાઈક રેટથી 78 રન ફટકારી દીધા.જેમાં 8 ચોગ્ગા અને 7 ગગનચુંબી છગ્ગા સામેલ હતા.

ધ્રુવ જુરેલે પણ 43 બોલમાં અણનમ 81 રનની શાનદાર ઇનિંગ રમી હતી. હેટમાયર અને પરાગ જલ્દી પેવેલિયન પરત ફર્યા હતા. પરંતુ અંતમાં ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ 24 રન બનાવીને પોતાની ટીમને 18મી ઓવરમાં 6 વિકેટે જીત અપાવી હતી. RCB માટે જોશ હેઝલવુડ અને કૃણાલ પંડ્યાએ 2-2 વિકેટ મેળવી હતી.

Leave a Comment

READ MORE

READ MORE