IPL 2026 નો14મો મુકાબલો 8 એપ્રિલના રોજ અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયો હતો.જ્યાં દિલ્હી કેપિટલ્સને માત્ર એક રને હારનો સામનો કરવો પડ્યો.ગુજરાત ટાઇટન્સે 211 રનના લક્ષ્યનો શાનદાર સ્કોર કર્યો હતો.જો કે દિલ્હીની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 209 રન જ બનાવી શકી હતી.ડેવિડ મિલરે 20 બોલમાં અણનમ 41 રન ફટકાર્યા હોવા છતાં તે ટીમને જીતાડી શક્યો નહોતો.ગુજરાત તરફથી રાશિદ ખાને ૩ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ 2 વિકેટ ઝડપી હતી.
ગુજરાતની સીઝનલ પહેલી જીત
શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળની ગુજરાત ટાઇટન્સ (GT) માટે આ જીત સંજીવની સમાન છે. અગાઉ રમાયેલી બે મેચમાં હારનો સામનો કર્યા બાદ ગુજરાતે આ સીઝનની પ્રથમ જીત નોંધાવી છે.
ગિલ-બટલર અને સુંદરની તોફાની બેટિંગ
દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેનો ફાયદો ઉઠાવતા ગુજરાતે 4 વિકેટના નુકસાન પર 210 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો. ગુજરાત તરફથી કેપ્ટન શુભમન ગિલ, જોસ બટલર અને વાશિંગ્ટન સુંદરે અડધી સદી ફટકારી હતી.ગિલે 45 બોલમાં 70 રન બનાવ્યા હતા.જ્યારે બટલરે 27 બોલમાં આક્રમક ૫૨ રન અને સુંદરે 32 બોલમાં 55 રનનું યોગદાન આપ્યું હતું.દિલ્હી તરફથી મુકેશ કુમારે સૌથી વધુ 2 વિકેટ ઝડપી હતી.
બંને ટીમોની પ્લેઈંગ-11
ગુજરાત ટાઇટન્સ: શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર (વિકેટકીપર), વાશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, શાહરૂખ ખાન, રાહુલ તેવતિયા, રાશિદ ખાન, કાગિસો રબાડા, મોહમ્મદ સિરાજ, અશોક શર્મા. GT ઇમ્પેક્ટ સબ: પ્રસિદ્ધ કૃષ્ણા, જેસન હોલ્ડર, માનવ સુથાર, જયંત યાદવ, અનુજ રાવત.
દિલ્હી કેપિટલ્સ: કેએલ રાહુલ (વિકેટકીપર), પથુમ નિસાંકા, નીતીશ રાણા, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ (કેપ્ટન), વિપ્રજ નિગમ, કુલદીપ યાદવ, લુંગી એન્ગિડી, ટી નટરાજન, મુકેશ કુમાર. DC ઇમ્પેક્ટ સબ: આશુતોષ શર્મા, ઔકિબ નબી ડાર, સમીર રિઝવી, દુષ્મંથા ચમીરા, કરુણ નાયર.
Post Views: 74











