ક્રિકેટર ડેવિડ વોર્નરની સિડનીમાં ધરપકડ: ડ્રિંક-એન્ડ-ડ્રાઈવ કેસમાં ફસાયો ઓસ્ટ્રેલિયન દિગ્ગજ, મે મહિનામાં કોર્ટમાં થશે રજૂઆત

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિસ્ફોટક ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નર એક ગંભીર કાયદાકીય વિવાદમાં ફસાયા છે.સિડનીના મારૌબ્રા વિસ્તારમાં 5 એપ્રિલ 2026ના રોજ રવિવારે સાંજે પોલીસ દ્વારા તેમની ‘ડ્રિંક-એન્ડ-ડ્રાઈવ’ના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.ન્યૂ સાઉથ વેલ્સ પોલીસની રિપોર્ટ અનુસાર,જ્યારે પોલીસ માલાબાર રોડ પર રૂટિન ચેકિંગ કરી રહી હતી. ત્યારે વોર્નરની વાન ચેકિંગ પોઈન્ટથી થોડે દૂર શંકાસ્પદ રીતે ઉભી રહી ગઈ હતી.પોલીસે સ્થળ પર જઈને તપાસ કરતા અને બ્રેથ ટેસ્ટ લેતા વોર્નરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

આ પણ વાંચો….

પાકિસ્તાનમાં લાદવામાં આવ્યું ‘સ્માર્ટ લોકડાઉન’: મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે શરીફ સરકારનો મોટો નિર્ણય, રાત્રે 8 વાગ્યાથી બજારો બંધ

ત્યારબાદ તેમને મારૌબ્રા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા, જ્યાં બીજી તપાસમાં તેમના બ્લડ આલ્કોહોલનું લેવલ 0.104 નોંધાયું હતું. જે કાયદેસરની મર્યાદા કરતા બમણાથી પણ વધુ છે. આ બદલ તેમની સામે દારૂ પીને ગાડી ચલાવવાનો ગુનો નોંધવામાં આવ્યો છે અને તેમને 7 મે 2026ના રોજ ડાઉનિંગ સેન્ટર લોકલ કોર્ટમાં હાજર થવા માટે આદેશ અપાયો છે.

ઉલ્લેખનીય છે કે ડેવિડ વોર્નરે જૂન 2024માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી.જોકે, તેઓ હજુ પણ વિશ્વભરની ટી20 લીગમાં સક્રિય છે…પરંતુ આ નવો વિવાદ તેમની નિવૃત્તિ પછીના સમયગાળામાં મોટી મુશ્કેલી ઊભી કરી શકે તેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE