છેલ્લા ત્રણ દિવસથી શેરબજારમાં જોવા મળેલી હરિયાળી પર આજે ગ્રહણ લાગ્યું છે. મંગળવારે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં 1% સુધીનો મોટો ઘટાડો નોંધાયો છે.નિફ્ટી જે ગઈકાલે 23,000ના જાદુઈ આંકડાની નજીક પહોંચી ગયો હતો.તે આજે દબાણમાં જોવા મળી રહ્યો છે.માત્ર મોટા શેર જ નહીં, પણ મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ પણ 1-1% નીચે ટ્રેડ કરી રહ્યા છે. જે બજારમાં ચોતરફ વેચવાલીનો સંકેત આપે છે.
આ પણ વાંચો…
મિડલ ઈસ્ટના જંગની આડઅસર: સાબુ, તેલ અને બિસ્કિટના ભાવમાં ભડકો! જનતાના ખિસ્સા પર મોંઘવારીનો ડબલ એટેક
બજારની તાજી સ્થિતિ (Open Market):
-
સેન્સેક્સ (Sensex):05% ઘટીને 73,326.61 પર ખુલ્યો.
-
નિફ્ટી (Nifty):9% ના ઘટાડા સાથે 22,771.75 ના સ્તરે આવી ગયો.
બજારમાં અચાનક ઘટાડાના 3 મુખ્ય કારણો:
-
ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો મિડલ ઈસ્ટમાં તણાવ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને અપાયેલી તાજી ધમકી બાદ કાચા તેલની કિંમત 110 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગઈ છે.ભારત તેલની આયાત પર નિર્ભર હોવાથી તેલ મોંઘું થતા મોંઘવારી વધવાનો અને અર્થતંત્ર પર દબાણ આવવાનો ભય છે.
-
વિદેશી રોકાણકારો (FII) ની ભારે વેચવાલી વિદેશી સંસ્થાકીય રોકાણકારો ભારતીય બજારમાંથી સતત નાણાં પાછા ખેંચી રહ્યા છે.માત્ર 6 એપ્રિલના રોજ વિદેશી રોકાણકારોએ ₹8,167 કરોડના શેર વેચી નાખ્યા હતા.જોકે ઘરેલું રોકાણકારો (DII) બજારને સંભાળવાનો પ્રયાસ કરી રહ્યા છે.પરંતુ વિદેશી રોકાણકારોની વેચવાલી ભારે પડી રહી છે.
-
ઓટો અને બેન્કિંગ સેક્ટરમાં ગાબડું આજે સૌથી વધુ અસર એવા સેક્ટરો પર પડી છે જે તેલની કિંમતો અને વ્યાજ દરો સાથે સીધી રીતે જોડાયેલા છે.
-
નિફ્ટી ઓટો (Nifty Auto): અંદાજે 5% તૂટ્યો.
-
બેન્કિંગ અને FMCG: આ ઈન્ડેક્સમાં પણ 1% થી વધુનો ઘટાડો જોવા મળ્યો છે.
IT સેક્ટરે ટકી રહેવા કર્યો પ્રયાસ આખા બજારમાં લાલ નિશાન હોવા છતાં આઈટી (IT) શેરોએ થોડી હિંમત બતાવી છે. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ માત્ર 0.6% જ નીચે પડ્યો છે. જે અન્ય સેક્ટરોની સરખામણીએ સારી સ્થિતિમાં છે.
Post Views: 45











