મિડલ ઈસ્ટના જંગની આડઅસર: સાબુ, તેલ અને બિસ્કિટના ભાવમાં ભડકો! જનતાના ખિસ્સા પર મોંઘવારીનો ડબલ એટેક

ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે વણસી રહેલી યુદ્ધની સ્થિતિ હવે સીધી રીતે ભારતીય રસોડા સુધી પહોંચી ગઈ છે. એક મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા આ તણાવના કારણે વૈશ્વિક સ્તરે એનર્જી સંકટ ઘેરાયું છે. જેના પરિણામે ભારતના FMCG અને કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સ સેક્ટર પર મોટું જોખમ ઉભું થયું છે. કાચા માલના ભાવમાં થયેલા તોતિંગ વધારાને પહોંચી વળવા કંપનીઓ હવે આકરો ભાવ વધારો ઝીંકવાની તૈયારીમાં છે.

આ પણ વાંચો…

ગાંધીનગરમાં ભાજપનું હાઈપ્રોફાઈલ મહામંથન: 3 દિવસીય બે

ઠકમાં નક્કી થશે ‘જંગના ખેલાડીઓ’, ટૂંક સમયમાં ઉમેદવારોની યાદી પર વાગશે મહોર

આ પણ વાંચો…

એર ઈન્ડિયામાં મોટો ભૂકંપ: CEO કેમ્પબેલ વિલ્સનનું રાજીનામું, વિમાન દુર્ઘટના અને સુરક્ષામાં ખામીઓ બાદ નિર્ણય

મોંઘવારીનો માર: કઈ વસ્તુઓ થશે મોંઘી?

પેકેજિંગ અને પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવ વધતા રોજિંદી ચીજવસ્તુઓના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે. રિપોર્ટ મુજબ નીચેની વસ્તુઓ મોંઘી થવાના એંધાણ છે:

  • ખાદ્ય તેલ: એડિબલ ઓઈલના ભાવમાં પ્રતિ લિટર 4 થી 5 રૂપિયાનો વધારો થઈ ચૂક્યો છે.

  • પેકેજ્ડ ફૂડ: બીકાજી, બ્રિટાનીયા અને નેસ્લે જેવી દિગ્ગજ કંપનીઓ આ ત્રિમાસિક ગાળામાં ભાવ વધારી શકે છે.

  • પર્સનલ કેર: પામ ઓઈલના ભાવ વધતા HUL અને ગોદરેજ જેવી સાબુ બનાવતી કંપનીઓની ઉત્પાદન કિંમત વધી છે.

કંપનીઓની નવી ગેમ: ‘કિંમત એ જ, માલ ઓછો’

ઝાઈડસ વેલનેસના સીઈઓ તરુણ અરોડાના જણાવ્યા અનુસાર, કંપનીઓ ગ્રાહકોને સીધો ઝટકો આપવાને બદલે નવી રણનીતિ અપનાવી શકે છે:

  • નાના પેકેટ્સ: નાના પેકેટની કિંમત સ્થિર રાખવા માટે તેની અંદર રહેલા સામાનનું વજન (Quantity) ઘટાડવામાં આવશે.

  • મોટા પેકેટ્સ: ફેમિલી પેક કે મોટા બોક્સની કિંમતોમાં સીધો વધારો ઝીંકવામાં આવશે.

ઉત્પાદન ઠપ્પ થવાના એંધાણ

સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે દેશની અનેક પેક્ડ ફૂડ કંપનીઓ, જે LPG પર નિર્ભર છે, તેમણે કાચા માલ અને એનર્જીના ઊંચા ખર્ચને કારણે ઉત્પાદન ઘટાડી દીધું છે. કેટલાક પ્લાન્ટ્સમાં તો કામગીરી કામચલાઉ ધોરણે રોકી દેવાની નોબત આવી છે.

મુખ્ય મુદ્દાઓ પર એક નજર:

  • બિસ્કિટ, સાબુ અને તેલના ભાવમાં વધારો હવે નિશ્ચિત.

  • લાહોરી જીરા જેવી બ્રાન્ડ્સે મહિનાની શરૂઆતથી જ ભાવ વધારી દીધા છે.

  • પામ ઓઈલ અને ક્રૂડ ઓઈલની તેજીથી મેન્યુફેક્ચરિંગ કોસ્ટમાં જંગી વધારો.

  • ટીવી, ફ્રિજ જેવા ઈલેક્ટ્રોનિક્સ સાધનો પણ મોંઘા થવાની શક્યતા.

જો મિડલ ઈસ્ટમાં શાંતિ નહીં સ્થપાય, તો આગામી દિવસોમાં ભારતીય બજારોમાં મોંઘવારીનો વધુ એક મોટો આંચકો જોવા મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE