એપ્રિલ મહિનાની શરૂઆત મીન રાશિમાં મંગળ, શનિ અને સૂર્યના ત્રિગ્રહી યોગ સાથે થઈ હતી.હવે 11 એપ્રિલ 2026 થી બુધના મીન રાશિમાં પ્રવેશ સાથે આ યોગ વધુ પ્રભાવશાળી બનશે.આ સમયગાળા દરમિયાન મીન રાશિમાં મંગળ,બુધ અને શનિ મળીને ચતુર્ગ્રહી યોગ બનાવશે. જે 30 એપ્રિલ સુધી સક્રિય રહેશે.આ ગ્રહોની યુતિ ચાર રાશિઓ માટે વિશેષ લાભદાયી સાબિત થશે.જ્યારે મેષ, સિંહ અને કુંભ રાશિના જાતકોને સાવધ રહેવાની સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચો…
શેરબજારમાં 3 દિવસની તેજી બાદ મોટો કડાકો: સેન્સેક્સ-નિફ્ટી 1% ગબડ્યા, રોકાણકારોમાં ફફડાટ
21 દિવસનો અત્યંત ફળદાયી યોગ
14 એપ્રિલના રોજ સૂર્ય મીન રાશિમાંથી બહાર નીકળ્યા બાદ પણ ત્રિગ્રહી યોગ ચાલુ રહેશે.30 એપ્રિલના રોજ બુધ મેષ રાશિમાં ગોચર કરશે ત્યારે આ યોગની પૂર્ણાહુતિ થશે.આ 21 દિવસ દરમિયાન અમુક રાશિઓ પર ધન, કરિયર અને રોકાણમાં ફાયદાકારક અસરો જોવા મળશે.
કઈ 4 રાશિઓને થશે મોટો ફાયદો?
વૃષભ રાશિ: આર્થિક ઉન્નતિ અને નવી તકો 11 એપ્રિલથી આ યોગ વૃષભ રાશિના જાતકો માટે આવકના નવા સ્ત્રોત ઉભા કરશે. બિઝનેસમાં મોટી ડીલ ફાઈનલ થઈ શકે છે અને નોકરીયાત વર્ગને પ્રમોશન મળવાના મજબૂત યોગ છે.
મિથુન રાશિ: કરિયરમાં આવશે મોટો ઉછાળો મિથુન રાશિના જાતકો માટે બુધ-મંગળ-શનિનો આ સંયોગ કરિયરમાં સફળતા અપાવશે. નોકરીમાં પદ ઉન્નતિ અને પગાર વધારાની શક્યતા છે..વેપારીઓ માટે આ સમય રોકાણ અને ધંધામાં નફો મેળવવા માટે ઉત્તમ છે.
વૃશ્ચિક રાશિ: રોકાણથી મળશે બમણું વળતર આ સમયગાળામાં વૃશ્ચિક રાશિના જાતકોનો આત્મવિશ્વાસ વધશે.સાહસિક નિર્ણયો લેવાથી મોટો ફાયદો થઈ શકે છે.અચાનક ધન લાભ થવાની પણ શક્યતા છે.પરંતુ કોઈપણ મોટો નિર્ણય લેતા પહેલા વિચારવાની જરૂર છે.
ધનુ રાશિ: વિદેશ યાત્રા અને સંપત્તિના યોગ ધનુ રાશિના લોકો માટે આ યોગ પૈતૃક સંપત્તિ અથવા અટકેલા નાણાં પાછા મેળવવાનો સમય છે.કેટલાક જાતકોને વિદેશ યાત્રાની તક મળી શકે છે અને કાર્યક્ષેત્રમાં નવા અવસરોનો લાભ મળશે.
ડિસ્ક્લેમર: આ માહિતી માત્ર સામાન્ય જાગૃતિ માટે છે. તેને વ્યક્તિગત સલાહ કે સચોટ ભવિષ્યવાણી તરીકે ધ્યાનમાં લેવી નહીં.
Post Views: 57











