અમેરિકાની સ્પેસ એજન્સી નાસા (NASA) એ આજે, 2 એપ્રિલ, ગુરુવારના રોજ પોતાના મહત્વકાંક્ષી ચંદ્ર મિશન ‘આર્ટેમિસ-2’ (Artemis-2) ને સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે..ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટર ખાતેથી સવારે 4:05 વાગ્યે ‘સ્પેસ લોન્ચ સિસ્ટમ’ (SLS) રોકેટ દ્વારા ઓરિયન સ્પેસક્રાફ્ટને ચંદ્ર તરફ રવાના કરવામાં આવ્યું હતું.
10 દિવસની અવકાશ યાત્રા અને 4 જાંબાઝ મુસાફરો
આ મિશનમાં ચાર અંતરિક્ષયાત્રીઓ—રીડ વાઈસમેન, વિક્ટર ગ્લોવર, ક્રિસ્ટિના કોચ અને જેરેમી હેનસેન—સહભાગી થયા છે. આ ટીમ 10 દિવસ સુધી ચંદ્રની આસપાસ ભ્રમણ કરીને પૃથ્વી પર પરત ફરશે.
ARTEMIS II HAS LAUNCHED 🚀 GODSPEED. 🇺🇸 pic.twitter.com/vwICOVrcAt
— The White House (@WhiteHouse) April 1, 2026
54 વર્ષ બાદ પૃથ્વીની કક્ષા ઓળંગીને ચંદ્ર તરફ પ્રયાણ
વર્ષ 1972માં ‘એપોલો-17’ મિશન બાદ, એટલે કે પૂરા 54 વર્ષ પછી ઇન્સાન ફરી એકવાર ચંદ્રની યાત્રાએ નીકળ્યો છે.આ પ્રથમ વખત છે જ્યારે માણસ પૃથ્વીની નીચલી કક્ષા (LEO) ને પાર કરીને ચંદ્રની આટલી નજીક જશે. 10 દિવસના આ મિશનનો મુખ્ય હેતુ ઓરિયન સ્પેસક્રાફ્ટના ‘લાઈફ સપોર્ટ સિસ્ટમ’ ની ચકાસણી કરવાનો છે. જેથી ભવિષ્યના મંગળ મિશન અને ‘આર્ટેમિસ-3’ માટે માર્ગ મોકળો થઈ શકે.
લોન્ચિંગ પહેલાં સર્જાઈ હતી ટેકનિકલ ખામી
મિશન લોન્ચ થવાના બરાબર 60 મિનિટ પહેલાં ‘લોન્ચ એબોર્ટ સિસ્ટમ’ માં ખામી સર્જાતા એન્જિનિયરો ચિંતામાં મુકાયા હતા.આ એ સિસ્ટમ છે જે સ્પેસક્રાફ્ટમાં કોઈ ખામી સર્જાય તો અંતરિક્ષયાત્રીઓને સુરક્ષિત બહાર કાઢવામાં મદદ કરે છે.જોકે, ખામીને સમયસર સુધારી લેવામાં આવી હતી. અને નિર્ધારિત સમય કરતાં માત્ર 10 મિનિટના વિલંબ સાથે કાઉન્ટડાઉન શરૂ કરી મિશન લોન્ચ કરવામાં આવ્યું હતું.
Post Views: 0











