શું ચોરોને પણ ભાવે છે કિટકેટ? યુરોપમાં 12 ટન ચોકલેટની ફિલ્મી ઢબે લૂંટ, તપાસ તેજ.

સામાન્ય રીતે ચોરો સોના-ચાંદી કે રોકડની ચોરી કરતા હોય છે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે ચોરોએ લાખોની કિંમતની ચોકલેટની ચોરી કરી હોય? જી હા, યુરોપમાં એક એવી ચોરી થઈ છે જેણે સૌને ચોંકાવી દીધા છે. નેસ્લે કંપનીની પ્રખ્યાત ચોકલેટ ‘કિટકેટ’ની ટેગલાઇન છે- ‘Have a break, have a KitKat’. પણ લાગે છે કે ચોરોએ આ લાઈનને કંઈક વધુ પડતી જ ગંભીરતાથી લઈ લીધી.

ચોરોએ કોઈ નાની-મોટી ચોરી નહીં, પરંતુ કિટકેટ ચોકલેટથી ભરેલી આખેઆખી ટ્રક જ ગાયબ કરી દીધી છે. ઈટાલીથી પોલેન્ડ જઈ રહેલી આ ટ્રકમાં 12 ટન જેટલી ચોકલેટ હતી.

ચોરોએ કિટકેટ ચોકલેટ સાથે શાબ્દિક રીતે ‘બ્રેક’ લીધો હોય તેવી એક ઘટના સામે આવી છે. 12 ટન કિટકેટ ચોકલેટ બાર ભરેલી એક આખી ટ્રક ચોરાઈ ગઈ છે. આ ટ્રક મધ્ય ઈટાલીથી કિટકેટની નવી રેન્જના 4,13,793 ચોકલેટ બાર લઈને સમગ્ર યુરોપમાં વિતરણ કરવા માટે રવાના થયો હતો. જોકે, આ ટ્રક ક્યારેય પોલેન્ડમાં તેના નિર્ધારિત અંતિમ મુકામ સુધી પહોંચ્યો જ નહીં.

એવું લાગે છે કે યુરોપના ચોરોએ નેસ્લેની પ્રખ્યાત ટેગલાઇન ‘Have a break, have a KitKat’ ને ખૂબ જ ગંભીરતાથી લઈ લીધી છે. આ ચોરો કિટકેટના બાર ભરેલી આખી ટ્રક લઈને જ ‘બ્રેક’ પર ઉતરી ગયા હોય તેવી અજીબોગરીબ ઘટના બની છે.

નેસ્લે કંપનીએ પુષ્ટિ કરી છે કે, ગયા અઠવાડિયે યુરોપમાં ટ્રાન્સપોર્ટ દરમિયાન 12 ટન કિટકેટ ચોકલેટ ભરેલી એક ટ્રકની ચોરી થઈ છે. આ ટ્રકમાં કિટકેટની નવી રેન્જના કુલ 4,13,793 ચોકલેટ બાર હતા. આ જથ્થો મધ્ય ઈટાલીથી રવાના થયો હતો. અને સમગ્ર યુરોપમાં તેનું વિતરણ કરવાનું હતું.પરંતુ, આ ટ્રક પોલેન્ડમાં તેના નિર્ધારિત સ્થળે ક્યારેય પહોંચ્યો જ નહીં.

આ ઘટના અંગે કંપનીએ તેમના સત્તાવાર ‘X’ (ટ્વિટર) એકાઉન્ટ પર જણાવ્યું કે, “અમે આ મામલે તપાસ કરવા માટે સ્થાનિક સત્તાવાળાઓ અને સપ્લાય ચેઈન ભાગીદારો સાથે મળીને કામ કરી રહ્યા છીએ.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE