ગુજરાત ATSનો ઉત્તર પ્રદેશમાં મોટો સપાટો: ખેતરમાં ચાલતી ‘ડ્રગ્સ ફેક્ટરી’નો પર્દાફાશ

નશાના સોદાગરો સામે લાલ આંખ કરતા ગુજરાત ATS (Anti-Terrorist Squad) એ વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે. અમદાવાદના દાણીલીમડા ડ્રગ્સ કેસના તાર ખેંચતા ATSની ટીમ છે ક, ઉત્તરપ્રદેશના આંબેડકરનગર પહોંચી હતી.જ્યાં રામનગર કરઈ ગામમાં એક ખેતરમાં ચાલતી ગેરકાયદેસર ડ્રગ્સ લેબોરેટરીને ઝડપી પાડી છે.

મુખ્ય વિગતો અને જપ્ત કરાયેલ મુદ્દામાલ

આ દરોડા દરમિયાન ATSએ કરોડોની કિંમતનું ડ્રગ્સ અને કાચો માલ જપ્ત કર્યો છે:

  • તૈયાર MD ડ્રગ્સ: 6 કિલોગ્રામ

  • લિક્વિડ મેફેડ્રોન: 50 કિલોગ્રામ

  • કાચો માલ (રો-મટિરિયલ): આશરે 200 કિલો (જેમાં 88 કિલો ‘2-બ્રોમો-4-મિથાઈલ પ્રોપિયોફેનોન’ સામેલ છે)

  • ધરપકડ: કપિલદેવ શર્મા અને રામશંકર ઉર્ફે પંકજ (બંને યુપીના રહેવાસી)

તપાસનો દોર: અમદાવાદથી યુપી સુધી

આ સમગ્ર કેસની શરૂઆત 1 માર્ચ ના રોજ અમદાવાદના દાણીલીમડા વિસ્તારથી થઈ હતી. સ્થાનિક પોલીસે થોડા ગ્રામ ડ્રગ્સ સાથે પેડલર્સને પકડ્યા હતા. જ્યારે ATSએ આ કેસ હાથમાં લીધો અને પકડાયેલા આરોપીઓ સોહેલ મિર્ઝા અને ફરહાનની કડક પૂછપરછ કરી, ત્યારે જાણવા મળ્યું કે આ ડ્રગ્સનું નેટવર્ક ઉત્તર પ્રદેશ સાથે જોડાયેલું છે.

પોલ્ટ્રી ફાર્મની આડમાં ચાલતું હતું પાપનું સામ્રાજ્ય

ગુજરાત ATSની ટીમ છેલ્લા 12 દિવસથી યુપીમાં ધામા નાખીને બેઠી હતી. તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે:

  • આરોપીઓએ પોલીસથી બચવા માટે એક પોલ્ટ્રી ફાર્મની અંદર ટીન શેડ બનાવીને આ લેબ ઊભી કરી હતી.

  • દૂરથી જોતા આ સામાન્ય ખેતીનો ભાગ લાગતો હતો, પરંતુ અંદર એમડી ડ્રગ્સ બનાવવાનો કાળો ખેલ ચાલતો હતો.

  • નવાઈની વાત: આરોપીઓ ઓછું ભણેલા હોવા છતાં કેમિકલ્સના મિશ્રણમાં માહેર હતા.

આગળની કાર્યવાહી

ATSના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ લેબમાં ડ્રગ્સ બનાવીને ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં સપ્લાય કરવામાં આવતું હતું. હાલ બંને આરોપીઓની ધરપકડ કરી તેમને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર ગુજરાત લાવવામાં આવી રહ્યા છે. હવે પોલીસ એ તપાસ કરી રહી છે કે આ ડ્રગ્સ નેટવર્કનો અસલી ‘કિંગપિન’ કોણ છે અને આ તાર બીજા કેટલા રાજ્યોમાં ફેલાયેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE