પશ્ચિમ એશિયા માટે એર ઈન્ડિયાની મોટી જાહેરાત: આજે 50 ફ્લાઈટ્સનું સંચાલન, મુસાફરો માટે વધારાની વ્યવસ્થા

પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) ક્ષેત્રમાં મુસાફરોની વધતી જતી જરૂરિયાતો અને વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.બંને એરલાઈન્સ મળીને આજે, 18 માર્ચ 2026 (બુધવાર) ના રોજ કુલ 50 નિર્ધારિત અને વિશેષ ફ્લાઈટ્સ ઓપરેટ કરશે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત અને પશ્ચિમ એશિયા વચ્ચે મુસાફરી કરતા લોકોને પડતી મુશ્કેલીઓ નિવારવાનો અને સુવિધા પૂરી પાડવાનો છે.

જેદ્દાહ અને મસ્કત માટે ફ્લાઈટ્સનું આયોજન

એર ઈન્ડિયા ગ્રુપે સ્પષ્ટતા કરી છે કે, જેદ્દાહ અને મસ્કત માટેની નિયમિત સેવાઓ યથાવત રહેશે:

  • જેદ્દાહ: ભારત અને જેદ્દાહ વચ્ચે કુલ 14 ફ્લાઈટ્સ ચલાવવામાં આવશે. જેમાં એર ઈન્ડિયા દિલ્હી અને મુંબઈથી એક-એક રિટર્ન ફ્લાઈટ ઓપરેટ કરશે. જ્યારે એર ઈન્ડિયા એક્સપ્રેસ બેંગલુરુ, હૈદરાબાદ અને મેંગલુરુથી એક-એક અને કોઝિકોડથી બે ફ્લાઈટ્સ ચલાવશે.

  • મસ્કત: એર ઈન્ડિયા એક્સપ્રેસ મસ્કત માટે કુલ 12 નિર્ધારિત ફ્લાઈટ્સ ચલાવશે.આ સેવાઓ દિલ્હી, કન્નૂર, કોચી, લખનઉ, મુંબઈ અને તિરુવનંતપુરમથી ઉપલબ્ધ થશે.

24 વધારાની વિશેષ ફ્લાઈટ્સની યોજના

નિયમિત શેડ્યૂલ ઉપરાંત, એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસ સંયુક્ત રીતે 24 વધારાની નોન-શેડ્યૂલ (વિશેષ) ફ્લાઈટ્સ પણ ચલાવશે. આ ફ્લાઈટ્સ મુખ્યત્વે યુએઈ (UAE) અને સાઉદી અરેબિયા માટે હશે.જોકે, આ ફ્લાઈટ્સનું સંચાલન એરપોર્ટ પર સ્લોટની ઉપલબ્ધતા અને સ્થાનિક નિયમનકારી મંજૂરીઓ પર આધારિત રહેશે.

અન્ય આંતરરાષ્ટ્રીય રૂટ સામાન્ય

એર ઈન્ડિયાએ જણાવ્યું છે કે, ઉત્તર અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને અન્ય આંતરરાષ્ટ્રીય રૂટ પરની ફ્લાઈટ્સ તેમના નિર્ધારિત સમય મુજબ જ ચાલશે. આ રૂટ્સમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે, તેઓ લેટેસ્ટ અપડેટ્સ માટે એરલાઈનની સત્તાવાર વેબસાઈટ જોતા રહે.

રીબુકિંગ અને રિફંડની સુવિધા

જે મુસાફરોની ફ્લાઈટ્સ કોઈપણ કારણસર પ્રભાવિત થઈ છે.તેમના માટે એરલાઈને રાહતના સમાચાર આપ્યા છે:

  • મુસાફરો કોઈપણ વધારાના ચાર્જ વગર નવી તારીખ માટે ટિકિટ રીબુક કરાવી શકશે.

  • જો મુસાફર ઈચ્છે તો પૂરેપૂરું રિફંડ (Full Refund) પણ મેળવી શકે છે.

  • એર ઈન્ડિયા એક્સપ્રેસના મુસાફરો વોટ્સએપ આધારિત ડિજિટલ આસિસ્ટન્ટ ટિયા‘ (Tia) ની મદદથી પણ રીબુકિંગ કરી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE