નોરા ફતેહી અને સંજય દત્તનું નવું ગીત ‘સરકે ચુનર તેરી સરકે’ રિલીઝ થતાની સાથે જ વિવાદોમાં ઘેરાઈ ગયું છે..આ ગીતને લઈને હવે એક વકીલે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) માં ફરિયાદ નોંધાવી છે.તેના પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.
લિરિક્સ અને વીડિયો પર ઉઠ્યા સવાલો ફરિયાદમાં એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે, ગીતના લિરિક્સ (શબ્દો) અને વીડિયો અત્યંત અશ્લીલ અને વાંધાજનક છે. જે સમાજ પર, ખાસ કરીને બાળકો અને યુવાનો પર નકારાત્મક અસર કરી શકે છે. એટલું જ નહીં, આ ફરિયાદ માહિતી અને પ્રસારણ મંત્રાલયને પણ મોકલવામાં આવી છે અને તેના પર વહેલી તકે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
લોકોનો ફૂટ્યો રોષ સોશિયલ મીડિયા પર પણ આ ગીતને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અનેક યુઝર્સ આ ગીતને ‘વલ્ગર’ અને ‘ભદ્ર’ ગણાવી રહ્યા છે. પ્રખ્યાત ગાયક અરમાન મલિકે પણ એક્સ (X) પર પોસ્ટ કરીને ગીતના લિરિક્સ સામે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
ક્યારે રિલીઝ થશે ‘કેડી – ધ ડેવિલ‘? ‘કેડી – ધ ડેવિલ’ એ એવીએન પ્રોડક્શન્સના બેનર હેઠળ પ્રેમ દ્વારા નિર્દેશિત ફિલ્મ છે. આ ફિલ્મ 1970ના દાયકાના બેંગ્લોરની સત્ય ઘટનાઓ પર આધારિત છે. આ એક પેન-ઈન્ડિયા ફિલ્મ છે.. જેમાં ધ્રુવ સરજા મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં સંજય દત્ત, શિલ્પા શેટ્ટી અને નોરા ફતેહી પણ મહત્વના પાત્રો ભજવી રહ્યા છે.
આ કન્નડ એક્શન-ડ્રામા ફિલ્મ 30 એપ્રિલ 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકે છે..આ ફિલ્મને કન્નડ ઉપરાંત હિન્દી, તમિલ, તેલુગુ અને મલયાલમ ભાષાઓમાં પણ રિલીઝ કરવામાં આવશે.
Post Views: 2











