“સોના-ચાંદીમાં મોટું ગાબડું: સોનું ₹1600 તૂટ્યું, તો ચાંદીમાં ₹4000નો ભયાનક કડાકો; રોકાણકારોમાં ફફડાટ”

આજના કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે જ ભારતીય બજારમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગ્લોબલ માર્કેટમાં મચેલી ઉથલપાથલની સીધી અસર આજે સોના અને ચાંદીના ભાવ પર જોવા મળી. જો તમે પણ સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે.”

16 માર્ચ 2026ના રોજ બજાર ખુલતાની સાથે જ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. સોનું પ્રતિ 10 ગ્રામ ₹1600થી વધુ તૂટ્યું છે. આ ઘટાડા બાદ હવે સોનું ₹1,56,840 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યું છે.”

માત્ર સોનું જ નહીં, પણ ચાંદીની ચમક પણ આજે ફિક્કી પડી.ચાંદીના ભાવ જાણે ઊંધા માથે પટકાયા હોય તેમ તેમાં ₹4,000થી વધુનો તોતિંગ ઘટાડો જોવા મળ્યો છે. 1.56 ટકાના કડાકા સાથે ચાંદી હવે પ્રતિ કિલોગ્રામ ₹2,55,394 પર પહોંચી ગઈ છે.”

“નિષ્ણાંતોના મતે આ આંચકા પાછળ ત્રણ મુખ્ય કારણો જવાબદાર છે:

  1. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલો તણાવ અને તેની વચ્ચે રોકાણકારો દ્વારા કરવામાં આવેલી ‘પ્રોફિટ બુકિંગ’.

  2. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું $5,000ની સપાટીથી નીચે સરકવું.

  3. વૈશ્વિક સ્તરે ડોલરની મજબૂતી અને વ્યાજ દરોમાં ઘટાડાની ઓછી શક્યતા.”

“ગ્લોબલ માર્કેટમાં હજુ પણ ભારે વોલેટિલિટી જોવા મળી રહી છે. જેની અસર આગામી દિવસોમાં પણ ભારતીય વાયદા બજાર પર જોવા મળી શકે છે.જો તમે રોકાણકાર છો, તો અત્યારે બજારની ચાલ પર નજર રાખવી અનિવાર્ય છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE