“ઓસ્કાર 2026: હોલીવુડના મંચ પર ‘One Battle After Another’નો દબદબો, ઐતિહાસિક 16 નોમિનેશન સાથે ‘Sinners’ એ રચ્યો ઇતિહાસ”

હોલીવુડના સૌથી પ્રતિષ્ઠિત એવા 98મા એકેડેમી એવોર્ડ્સ એટલે કે ઓસ્કાર 2026નો રંગારંગ પ્રારંભ થયો..આ વર્ષની રેસ છેલ્લા કેટલાક દાયકાઓની સૌથી અણધારી અને રોમાંચક રેસ સાબિત થઈ..ગોલ્ડન ગ્લોબ્સથી લઈને BAFTA સુધીના તમામ એવોર્ડ્સ બાદ પણ,ઓસ્કારના વિજેતા કોણ બનશે તેને લઈને ભારે સસ્પેન્સ જોવા મળ્યું હતુ..

પોલ થોમસ એન્ડરસનની પોલિટિકલ થ્રિલર ‘One Battle After Another’. 13 નોમિનેશન સાથે આ ફિલ્મે ક્રિટિક્સ ચોઈસ અને ડાયરેક્ટર્સ ગિલ્ડ એવોર્ડ્સમાં પોતાની તાકાત બતાવી..

ભારત માટે પણ ગર્વની ક્ષણ હતી જયારે પ્રિયંકા ચોપરા એવોર્ડ પ્રેઝન્ટર તરીકે સ્ટેજ પર જોવા મળી ..જ્યારે ગીતા ગાંધભીરની બે ફિલ્મો પણ નોમિનેશનમાં સામેલ હતી.. જેમા The Perfect Neighbor (ધ પરફેક્ટ નેબર): આ ફિલ્મને ‘Best Documentary Feature’ (શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી ફીચર) કેટેગરીમાં નોમિનેશન મળ્યું.આ ડોક્યુમેન્ટરી ફ્લોરિડામાં થયેલી એક સત્ય ઘટના (અજિકે ઓવેન્સ હત્યાકાંડ) પર આધારિત છે.જે નેટફ્લિક્સ પર ઉપલબ્ધ છે.જયારે The Devil Is Busy (ધ ડેવિલ ઈઝ બિઝી): આ ફિલ્મને ‘Best Documentary Short’ (શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી શોર્ટ) કેટેગરીમાં નોમિનેશન મળ્યું..આ ફિલ્મ એટલાન્ટાના એક ક્લિનિકમાં મહિલા સ્વાસ્થ્ય કર્મીઓ જે પડકારોનો સામનો કરે છે તેના પર આધારિત છે.

મુખ્ય વિજેતાઓની યાદી (Oscar 2026 Winners List)

કેટેગરી

વિજેતા (Winner)

ફિલ્મ

શ્રેષ્ઠ ફિલ્મ (Best Picture)

One Battle After Another

શ્રેષ્ઠ નિર્દેશક (Best Director)

Paul Thomas Anderson

One Battle After Another

શ્રેષ્ઠ અભિનેતા (Best Actor)

Michael B. Jordan

Sinners

શ્રેષ્ઠ અભિનેત્રી (Best Actress)

Jessie Buckley

Hamnet

શ્રેષ્ઠ સહાયક અભિનેતા

Stellan Skarsgård

Sentimental Value

શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી

Wunmi Mosaku

Sinners

શ્રેષ્ઠ ઇન્ટરનેશનલ ફીચર

Sentimental Value

(Norway)

શ્રેષ્ઠ એનિમેટેડ ફિલ્મ

KPop Demon Hunters

શ્રેષ્ઠ ઓરિજિનલ સ્ક્રીનપ્લે

Ryan Coogler

Sinners

પ્રિયંકા ચોપરા: ઓસ્કાર 2026 માં શું કર્યું?

ભારતીય અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનાસ આ વર્ષે ઓસ્કારમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર રહી હતી:

  • એવોર્ડ પ્રેઝન્ટર: પ્રિયંકાએ લગભગ 10 વર્ષ પછી ઓસ્કારના મંચ પર પ્રેઝન્ટર તરીકે વાપસી કરી હતી. તેણે હોલીવુડ સ્ટાર ઝેવિયર બાર્ડેમ (Javier Bardem) સાથે મળીને ‘Best International Feature Film’ નો એવોર્ડ એનાયત કર્યો હતો (જે નોર્વેની ફિલ્મ Sentimental Value એ જીત્યો હતો).

  • રેડ કાર્પેટ લુક: પ્રિયંકાએ રેડ કાર્પેટ પર સફેદ રંગનો કસ્ટમ-મેડ ડાયો (Dior) ગાઉન પહેર્યો હતો. આ સ્ટ્રેપલેસ ગાઉનમાં ફેધર ડિટેલિંગ અને હાઈ-સ્લિટ હતી. તેણે ગળામાં એક સુંદર ડાયમંડ નેકલેસ પણ પહેર્યો હતો.

  • નિક જોનાસ સાથે એન્ટ્રી: તે તેના પતિ અને સિંગર નિક જોનાસ સાથે રેડ કાર્પેટ પર જોવા મળી હતી. નિકે બ્લેક વેલ્વેટ ટક્સીડો પહેર્યો હતો.

  • ચર્ચાસ્પદ ક્ષણો: સ્ટેજ પર જ્યારે ઝેવિયર બાર્ડેમે ‘ફ્રી પેલેસ્ટાઈન’ (Free Palestine) ની ટિપ્પણી કરી, ત્યારે પ્રિયંકા તેની બાજુમાં ઊભી હતી અને હસીને તેના પર સહમતી વ્યક્ત કરતી જોવા મળી હતી, જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

મહત્વની હાઈલાઈટ્સ

  • સૌથી વધુ નોમિનેશન: રાયન કુગલરની ફિલ્મ ‘Sinners’ એ રેકોર્ડબ્રેક 16 નોમિનેશન મેળવ્યા હતા, જે અત્યાર સુધીના ઓસ્કાર ઈતિહાસમાં કોઈપણ એક ફિલ્મ માટે સૌથી વધુ છે.

  • સૌથી વધુ એવોર્ડ: ‘One Battle After Another’ એ કુલ 6 એવોર્ડ જીતીને આ વર્ષે મેદાન મારી લીધું છે.

  • ઐતિહાસિક જીત: Autumn Durald Arkapaw એ ફિલ્મ ‘Sinners’ માટે બેસ્ટ સિનેમેટોગ્રાફીનો એવોર્ડ જીત્યો છે. તે આ કેટેગરીમાં એવોર્ડ જીતનાર પ્રથમ મહિલા બન્યા છે.

  • ભારતનું પ્રતિનિધિત્વ: બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા આ વર્ષે પ્રેઝન્ટર (એવોર્ડ આપનાર) તરીકે મંચ પર જોવા મળી હતી, જે ભારત માટે ગર્વની વાત છે.

  • યજમાન (Host): લોકપ્રિય કોમેડિયન કોનન ઓબ્રાયન (Conan O’Brien) એ આ વર્ષે ઓસ્કાર સમારોહનું સંચાલન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE