સાવધાન! Instagram માં હવે ‘દિવાલોને પણ કાન હશે’, મેટા તમારી પર્સનલ ચેટ વાંચી શકશે; જાણો ક્યારથી બદલાશે નિયમ

સોશિયલ મીડિયા પર પોતાની અંગત વાતો અને ચેટ સુરક્ષિત રાખવા માંગતા યુઝર્સ માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વિશ્વના સૌથી લોકપ્રિય ફોટો-શેરિંગ પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામની પ્રાઈવસી પોલિસીમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. અહેવાલો અનુસાર, 8 મે 2026 પછી તમારી ચેટ્સ પહેલા જેવી સુરક્ષિત નહીં રહે.

શું છે આ મોટો ફેરફાર?

Meta (મેટા) કંપની ઈન્સ્ટાગ્રામ પરથી એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન‘ (End-to-End Encryption) ફીચર હટાવવાની તૈયારી કરી રહી છે.

  • એન્ક્રિપ્શન એટલે શું? અત્યાર સુધી આ ફીચરને કારણે બે લોકો વચ્ચેની વાતચીત ત્રીજી કોઈ વ્યક્તિ કે ખુદ કંપની પણ વાંચી શકતી નહોતી.

  • નવો નિયમ: 8 મે 2026 પછી મોકલવામાં આવેલા મેસેજ પરથી આ સુરક્ષા કવચ હટી જશે. એટલે કે, કંપની પાસે તમારી ચેટ અને મીડિયા ફાઇલ્સ એક્સેસ કરવાની ક્ષમતા હશે.

આવો નિર્ણય કેમ લેવાયો?

જોકે મેટાએ હજુ સુધી કોઈ સત્તાવાર કારણ સ્પષ્ટ કર્યું નથી, પરંતુ ટેક નિષ્ણાતોના મતે તેના પાછળ મુખ્ય બે કારણો હોઈ શકે છે:

  1. સરકારી દબાણ: વિશ્વભરની સરકારો સોશિયલ મીડિયા કંપનીઓ પર શંકાસ્પદ પ્રવૃત્તિઓ અને રાષ્ટ્રીય સુરક્ષા માટે દેખરેખ રાખવા દબાણ કરી રહી છે.

  2. ઓનલાઈન ગુનાઓ પર લગામ: બાળ જાતીય શોષણ (CSAM) અને ઓનલાઈન છેતરપિંડી જેવા ગુનાઓને રોકવા માટે કંપની મેસેજ સ્કેન કરી શકશે, જેથી ગુનેગારોને પકડવા સરળ બને.

યુઝર્સ પર શું અસર થશે?

  • નોટિફિકેશન: જે યુઝર્સની ચેટ આ ફેરફારથી પ્રભાવિત થશે, તેમને મેટા દ્વારા એપની અંદર સૂચના (Notification) આપવામાં આવશે.

  • ડેટા ડાઉનલોડ: યુઝર્સને તેમના જૂના મેસેજ અને મીડિયા ફાઇલ્સ ડાઉનલોડ કરવાનો વિકલ્પ આપવામાં આવશે.

  • સુરક્ષા જોખમ: પ્રાઈવસી એક્સપર્ટ્સ માને છે કે જો ક્યારેય સર્વર હેક થાય અથવા ડેટા લીક થાય, તો યુઝર્સની ચેટ હિસ્ટ્રી જાહેર થવાનું જોખમ વધી જશે.

8 મે પહેલા શું કરવું જોઈએ?

જો તમે ઈન્સ્ટાગ્રામ પર કોઈ મહત્વપૂર્ણ કે ખાનગી વાતચીત કરી હોય, તો તે મેસેજ અને મીડિયાનો બેકઅપ લઈને ડાઉનલોડ કરી લેવો હિતાવહ છે. આ ઉપરાંત, તમારી એપ્લિકેશનને હંમેશા લેટેસ્ટ વર્ઝન પર અપડેટ રાખો જેથી કંપની તરફથી મળતી સુરક્ષા સૂચનાઓ સમયસર મળી રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE