ગુજરાતમાં ફરી બોમ્બનો ફફડાટ: રાજ્યની ત્રણ મહત્વની કોર્ટને ઉડાવી દેવાની ધમકીથી હડકંપ

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી શાળાઓ અને એરપોર્ટ બાદ હવે ન્યાયતંત્રના ધામ એટલે કે અદાલતોને નિશાન બનાવવાની ધમકીઓ મળવાનો સિલસિલો શરૂ થયો છે. આજે રાજ્યની ત્રણ મોટી અદાલતોને બોમ્બથી ઉડાવી દેવાના સમાચાર મળતા જ સમગ્ર પોલીસ તંત્ર અને સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ છે.

અમદાવાદ ગ્રામ્ય કોર્ટ (Ahmedabad Rural Court)

અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો નોંધનીય છે કે, આ અદાલતને ધમકી મળવાની આ બીજી ઘટના છે..જેને પગલે સુરક્ષા વ્યવસ્થા અત્યંત સખત કરી દેવામાં આવી છે.

અમરેલી કોર્ટ (Amreli Court)

અમરેલી કોર્ટમાં બોમ્બ હોવાની આશંકા વચ્ચે કાનૂની કાર્યવાહી તાત્કાલિક ધોરણે અટકાવી દેવામાં આવી છે..સમગ્ર કોર્ટ પરિસરને પોલીસ દ્વારા કોર્ડન કરવામાં આવ્યું છે..બોમ્બ સ્ક્વોડ (Bomb Squad) અને ડોગ સ્ક્વોડ (Dog Squad) દ્વારા ખૂણેખૂણાની તપાસ કરવામાં આવી રહી છે.

દાહોદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ (Dahod District Court)

ડિસ્ટ્રિક્ટ જજના એડમિન વિભાગને એક અનામી ઈમેઈલ મળ્યો હતો, જેમાં કોર્ટને ઉડાવી દેવાનો ઉલ્લેખ હતો.ઈમેઈલ મળતા જ સાવચેતીના ભાગરૂપે આખું બિલ્ડિંગ ખાલી કરાવી દેવાયું હતું. પોલીસની અલગ-અલગ ટીમો હાલ સઘન સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.

તમામ ત્રણેય સ્થળોએ સ્થાનિક પોલીસની સાથે સ્પેશિયલ ટીમો તપાસમાં જોડાઈ છે.ધમકીભર્યા મેઈલ ક્યાંથી આવ્યા અને તેના મૂળ ક્યાં છે.. તે જાણવા માટે સાયબર ક્રાઈમની ટીમ પણ સક્રિય થઈ છે.કોર્ટ પરિસરમાં બિનજરૂરી અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને લોકોને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે.

Leave a Comment

READ MORE

READ MORE