“નેપાળનો ‘બાહુબલી’ રેપર: હાથમાં માઈક, મગજમાં એન્જિનિયરિંગ અને હવે PMની ખુરશી પર નજર! જાણો કોણ છે આ બાલેન શાહ?”

નેપાળમાં ચાલી રહેલી સામાન્ય ચૂંટણીઓના પ્રારંભિક વલણોએ આખા દક્ષિણ એશિયાનું ધ્યાન ખેંચ્યું છે. પરંપરાગત નેતાઓને પછાડીને 35 વર્ષીય બાલેન શાહ (બલેન્દ્ર શાહ) હવે નેપાળના આગામી વડાપ્રધાન બનવાની રેસમાં સૌથી આગળ નીકળી ગયા છે..યુવાનોમાં ભારે ક્રેઝ ધરાવતા બાલેન શાહ માત્ર એક નેતા નથી.. પણ એક ક્રાંતિકારી વિચારધારાનું નામ બની ગયા છે.

કોણ છે બાલેન શાહ?

બાલેન શાહની સફર કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટથી ઓછી નથી:

  • એન્જિનિયર: તેઓ પ્રોફેશનલ સિવિલ એન્જિનિયર છે અને પોતાની કન્સલ્ટિંગ કંપની ચલાવે છે.

  • રેપર: રાજકારણમાં આવતા પહેલા તેઓ નેપાળના મશહૂર રેપર હતા. તેમના ગીતોમાં સામાજિક અન્યાય અને ભ્રષ્ટાચાર વિરુદ્ધનો અવાજ જોવા મળે છે.

  • મેયર: વર્ષ 2022 માં કાઠમંડુના મેયર તરીકે અપક્ષ ઉમેદવાર તરીકે જીતીને તેમણે ઈતિહાસ રચ્યો હતો.

કેટલી છે બાલેન શાહની નેટવર્થ અને કમાણી?

કરોડો ચાહકો ધરાવતા આ યુવા નેતાની આર્થિક સ્થિતિ પણ મજબૂત છે:

  • કુલ સંપત્તિ: રિપોર્ટ્સ મુજબ તેમની નેટવર્થ અંદાજે 5 થી 6 કરોડ નેપાળી રૂપિયા છે.

  • માસિક આવક: તેમની દર મહિને થતી કમાણી 3 લાખ રૂપિયા થી વધુ છે.

  • આવકના સ્ત્રોત: મેયર તરીકેનો પગાર (આશરે 46 હજાર), એન્જિનિયરિંગ બિઝનેસ (Balen Consulting & Construction), મ્યુઝિક શો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ.

સાદગી અને ‘Gen Z’ સ્ટાઈલ

કરોડોની મિલકત હોવા છતાં બાલેન શાહ પોતાની સાદગી માટે જાણીતા છે:

  • તેઓ ઘણીવાર સામાન્ય પ્રજાની વચ્ચે જોવા મળે છે અને લક્ઝરી લાઈફના બદલે કામ બોલે છે ની નીતિમાં માને છે.

  • સોશિયલ મીડિયા પાવર: તેઓ નેપાળના એવા પહેલા નેતા છે જેમણે સોશિયલ મીડિયાના જોરે યુવા મતદારોને એકઠા કર્યા છે. ભ્રષ્ટાચાર, રોજગાર અને આધુનિક વિકાસ એ તેમના મુખ્ય મુદ્દાઓ છે.

શું નેપાળને મળશે સૌથી યુવા PM?

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે 2026 ની આ ચૂંટણી નેપાળના ઈતિહાસમાં વળાંક સાબિત થશે. જો હાલના વલણો પરિણામમાં બદલાશે..તો બાલેન શાહ નેપાળના સૌથી યુવા વડાપ્રધાન બની શકે છે. તેઓ નેપાળની નવી પેઢી અને ‘નવી સોચ’નું પ્રતિનિધિત્વ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE