ઈન્ડોનેશિયામાં કુદરતનો પ્રકોપ: સુમાત્રા દ્વીપ પાસે 6.2ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, ‘રિંગ ઓફ ફાયર’ પર ધ્રુજી ધરા

ઈન્ડોનેશિયાના સુમાત્રા દ્વીપ પાસે મંગળવારે સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. સમુદ્રી વિસ્તારમાં આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 માપવામાં આવી છે.

ભૂકંપની મુખ્ય વિગતો:

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપ મંગળવારે સવારે 10:26 કલાકે આવ્યો હતો.રિક્ટર સ્કેલ પર 6.2 ની તીવ્રતા નોંધાઈ છે.જે સાધારણ કરતા વધુ શક્તિશાળી માનવામાં આવે છે.ભૂકંપનું કેન્દ્ર જમીનથી અંદાજે 20 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું.પ્રાથમિક અહેવાલો મુજબ અત્યાર સુધી કોઈ મોટા જાન-માલના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી.

શા માટે આ વિસ્તારમાં વારંવાર ભૂકંપ આવે છે?

ઈન્ડોનેશિયા પ્રશાંત મહાસાગરના રિંગ ઓફ ફાયર” પર સ્થિત છે. આ વિસ્તારમાં ઘણી ટેક્ટોનિક પ્લેટો એકબીજાને મળે છે. જેના કારણે અહીં દુનિયાના સૌથી વધુ ભૂકંપ અને જ્વાળામુખી વિસ્ફોટ થાય છે.ઈન્ડોનેશિયા વિશ્વના સૌથી વધુ ભૂકંપ સંવેદનશીલ વિસ્તારોમાંનો એક ગણાય છે.પૃથ્વીની અંદર મુખ્યત્વે 7 ટેક્ટોનિક પ્લેટો હોય છે. જ્યારે આ પ્લેટો પૃથ્વીની અંદર ખસે છે અથવા એકબીજા સાથે અથડાય છે..ત્યારે ભારે માત્રામાં ઉર્જા મુક્ત થાય છે.આ ઉર્જા તરંગો રૂપે બહાર આવે છે. જેને આપણે ‘ભૂકંપ’ કહીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE