ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા મિસાઈલ હુમલા બાદ પરિસ્થિતિ વધુ વણસી રહી છે.આ તણાવની અસર રમતગમત જગત પર પણ પડી છે. ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ દુબઈ એરપોર્ટ પર ફસાઈ ગઈ છે..જેના કારણે પ્રતિષ્ઠિત ઓલ ઈંગ્લેન્ડ ઓપન માટેની તેની તૈયારીઓ જોખમમાં મુકાઈ ગઈ છે.
સિંધુ દુબઈ એરપોર્ટ પર ફસાઈ ગઈ
ઓલ ઈંગ્લેન્ડ ઓપન મંગળવારથી શરૂ થવાની છે..સિંધુ બર્મિંગહામ જઈ રહી હતી.. જેમાં દુબઈમાં ફ્લાઈટ કનેક્શન હતું.જોકે ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા મિસાઈલ હુમલા બાદ, સુરક્ષા કારણોસર દુબઈ એરપોર્ટ પરની બધી ફ્લાઈટ્સ આગામી સૂચના સુધી સ્થગિત કરવામાં આવી હતી. દુબઈ એરપોર્ટ સત્તાવાળાઓએ પુષ્ટિ આપી છે કે, દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ અને અલ મક્તોમ ઈન્ટરનેશનલ એરપોર્ટથી બધી ફ્લાઈટ્સ સ્થગિત કરવામાં આવી છે.અને મુસાફરોને એરપોર્ટ પર ન આવવા વિનંતી કરવામાં આવી છે. અચાનક થયેલા નિર્ણયથી હજારો પ્રવાસીઓ પ્રભાવિત થયા છે.
ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યુ સ્ટેટસ
બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા સિંધુએ ઈન્સ્ટાગ્રામ પર એરપોર્ટનો એક વીડિયો શેર કર્યો, જેમાં લખ્યું, “આગળની સૂચના સુધી બધી ફ્લાઈટ્સ સ્થગિત.” તેણીની પોસ્ટ ઝડપથી ધ્યાન ખેંચી અને દર્શાવે છે કે પ્રાદેશિક સંઘર્ષે ખેલાડીઓ પર પણ અસર કરી છે.
ભારતીય બાસ્કેટબોલ ટીમ પણ ફસાયેલી
માત્ર સિંધુ જ નહીં, ભારતીય સિનિયર પુરુષ બાસ્કેટબોલ ટીમ પણ દોહામાં ફસાયેલી છે. ટીમ FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ 2027 એશિયન ક્વોલિફાયર્સના ભાગ રૂપે મેચ રમવા ગઈ હતી. બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ સોશિયલ મીડિયા દ્વારા આ જાહેરાત કરી હતી..
મુશફિકુર રહીમ સાઉદી અરેબિયામાં ફસાયેલા
બાંગ્લાદેશના અનુભવી વિકેટકીપર-બેટ્સમેન મુશફિકુર રહીમ તેમની ઉમરાહ યાત્રાથી પરત ફરતી વખતે જેદ્દાહમાં ફસાયેલા છે. તેમણે આ માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી. તેમણે લખ્યું, “હું થોડા દિવસો પહેલા ઉમરાહ હજ માટે મક્કા આવ્યો હતો.મારી હજ પૂરી થઈ ગઈ છે અને હું આજે દુબઈ (અમીરાત) થઈને બાંગ્લાદેશ પાછો ફરી રહ્યો છું. અમે આજે સવારે EK 0806 પર જેદ્દાહથી દુબઈ માટે ઉડાન ભરી હતી…પરંતુ કમનસીબે, યુદ્ધને કારણે, બધી ફ્લાઇટ્સ જેદ્દાહ પરત ફરી ગઈ છે.અને હવે હું હજારો અન્ય મુસાફરો સાથે જેદ્દાહ એરપોર્ટ પર છું.”
Post Views: 0












