ભારતનો વિજય સિલસિલો યથાવત….નેધરલેન્ડ્સને 17 રનથી હરાવ્યું..

શિવમ દુબેના ઓલરાઉન્ડ પ્રદર્શનની મદદથી ભારતે નેધરલેન્ડ્સને 17 રનથી હરાવીને પોતાનો વિજય સિલસિલો ચાલુ રાખ્યો..બુધવારે કોલંબોમાં રમાયેલી T20 વર્લ્ડ કપની 36મી ગ્રુપ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ ભારતે 20 ઓવરમાં છ વિકેટે 193 રન બનાવ્યા..નેધરલેન્ડ્સ નિર્ધારિત ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 176 રન જ બનાવી શક્યું…ભારત તરફથી વરુણ ચક્રવર્તીએ ત્રણ વિકેટ લીધી..જ્યારે શિવમ દુબેએ બે વિકેટ લીધી. જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યાએ પણ એક-એક વિકેટ લીધી હતી.

ભારતે નેધરલેન્ડ્સને 194 રનનો લક્ષ્યાંક આપ્યો હતોટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ ભારતીય ટીમે 20 ઓવરમાં છ વિકેટે 193 રન બનાવ્યા હતા..જયારે શિવમ દુબેએ સૌથી વધુ 66 રન બનાવ્યા હતા..નેધરલેન્ડ્સ તરફથી લોગન વાન બીકે ત્રણ વિકેટ લીધી હતી..જ્યારે આર્યન દત્તે બે વિકેટ લીધી. જયારે કાયલ ક્લેઇને પણ એક વિકેટ લીધી હતી..

જો કે ભારત મેચ જીતવામાં સફળ રહ્યું…પરંતુ તેમની ફિલ્ડિંગ ફરી એકવાર નબળી રહી…નેધરલેન્ડ્સ સામેની મેચમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માએ કેચ છોડ્યા.વધુમાં, ટીમનું બેટિંગ પ્રદર્શન પણ નબળું રહ્યું…બેટ્સમેન ફરી એકવાર સંઘર્ષ કરી રહ્યા હતા.જોકે, શિવમ દુબેની ઉત્તમ બેટિંગથી ટીમ પડકારજનક લક્ષ્ય નક્કી કરી શકી હતી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE