ગુજરાતમાં ‘બોમ્બ’નો ફફડાટ: એકસાથે 4 અદાલતોને ઉડાવી દેવાની ધમકી મળતા હડકંપ, પોલીસ છાવણીમાં ફેરવાયા કોર્ટ પરિસર

વડોદરાની દિવાળીપુરા સ્થિત જિલ્લા અદાલતને મંગળવારે સવારે બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મળતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.ત્યારબાદ અમદાવાદમાં આવેલી જુની હાઇકોર્ટ તેમજ ગાંધીનગર તથા વલસાડની કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી.જેના પગલે તમામ સ્થળે પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું…ડોગસ્કવોર્ડ,બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોર્ડ,સ્થાનિક પોલીસ ઉપરાંત પણ આસપાસનાં પોલીસ સ્ટેશનનાં જવાનોનો પહેરો ગોઠવી દેવાયો હતો.તમામ કોર્ટ સંકુલોમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.કોર્ટ સંકુલોને ખાલી કરાવીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. એક બાદ એક સંસ્થાઓને મળી રહેલી આ ધમકીઓને પગલે વડોદરા પોલીસ એક્શન મોડમાં છે. સાયબર ક્રાઈમની ટીમ ઈ-મેલ ક્યાંથી આવ્યો અને તેની પાછળ કોનો હાથ છે તે દિશામાં તપાસ કરી રહી છે.પ્રાથમિક દ્રષ્ટિએ કોઈની મજાક અથવા શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ હોવાનું જણાય છે.. પરંતુ પોલીસ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી.કોર્ટ પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે..દરેક ખૂણે તપાસ કરવામાં આવી રહી છે. ધમકીઓને કારણે શહેરીજનોમાં ચિંતા અને ડરનો માહોલ જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE