સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના સલાલ ગામે LCB અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ‘સત્યા ડેરી પ્રોડક્ટ’ નામની ફેક્ટરીમાં ચાલતા નકલી દૂધના નેટવર્કનો પર્દાફાશ કર્યો..અહીં સરસ આકર્ષક પેકિંગ તાજા અને ગોલ્ડ મિલ્કના નામે તૈયાર કરીને અલગ અલગ પાર્લર પર વેચાણ કરવામાં આવતા હતા.ડિટર્જન્ટ અને યુરિયાનું જીવલેણ મિશ્રણ ખરીને સફેદ પ્રવાહી એટલે કે નકલી દૂધ તૈયાર કરવામાં આવતું હતું.
પોલીસને બાતમી મળી હતી કે, સલાલના રેલવે ક્રોસિંગ પાસે સત્યાડેરી પ્રોડક્ટસ નામની ફેકટરીમાં ભેળસેળયુકત તથા કેમિકલવાળુ દૂધ અને છાશ બનાવીને તેનું વેચાણ થઈ રહ્યું છે. જે આધારે પોલીસે ગુરૂવારે બાતમીને આધારે તપાસ હાથ ધરી હતી.જયાંથી સ્વાસ્થ્યને હાનિકારક તથા શરીરને નુકસાન થાય તેવા પદાર્થો પૈકી દૂધનો પાવડર, કોસ્ટિક સોડા,પામોલિન-સોયાબીન તેલ, કપડા ધોવાનો ડિટર્જન્ટ પાવડર અને ખેતી કરવામાં વપરાતા યુરિયાનો ઉપયોગ થતો હતો.આ બનાવટી દૂધનું પેકિંગ કરી વેચાણ કરવા માટે વિવિધ ઠેકાણે વાહનોમાં ભરી મોકલવામાં આવતું હતુ.એલસીબીએ એફ.એસ.એલ તથા ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓને સાથે રાખીને ફેકટરીમાં દરોડો પાડવામાં આવ્યા હતા.તપાસમાં અધિકારીઓને અંદાજે રૂપિયા 71.29 લાખનો જથ્થો મળી આવ્યો હતો.
સત્યા ડેરી પ્રોડક્ટસ નામની ફેકટરીના માલિક અને સલાલમાં રહેતા તથા હાલ હિંમતનગરના બેરણાં રોડ પર આવેલ ગુલમહોર હાઈટ્સમાં રહેતા રાકેશ ઉર્ફે ધર્મો નારાયણભાઈ પટેલ જે બનાવટી દૂધ બનાવીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરી અઢળક કમાણી કરવાના સ્વપ્નો જોતો હતો..આ આરોપીને ઝડપી પાડવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ઝડપાયેલા આરોપીઓ
1. સચિન મકવાણા, સલાલ
2. કરણ પરમાર, સલાલ
3. અજય પરમાર, સલાલ
4. જીતેન્દ્ર પટેલ..પીલવાઈ
5.કાયદાના સંઘર્ષમાં આવેલો બાળકિશોર(કર્મચારી)
નકલી દૂધ કેવી રીતે બનતું હતું?
ફેક્ટરીમાં કુદરતી દૂધને બદલે કેમિકલનો ઉપયોગ કરી ‘સફેદ ઝેર’ તૈયાર કરવામાં આવતું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે,દૂધમાં ફીણ લાવવા માટે ડિટર્જન્ટ પાઉડરનો ઉપયોગ થતો હતો.દૂધની ઘનતા અને ફેટ વધારવા માટે યુરિયા ખાતર ભેળવવામાં આવતું હતું. નકલી દૂધ બનાવવા માટે સોયાબીન તેલ,પામોલીન તેલ,દૂધની ઘનતા વધારવા માટે વપરાતો એસ.એમ.પી પાવડર,પ્રોટીન લેવલ કૃત્રિમ વધારવા માટે વ્હે પ્રોટિન, યુરીયા ખાતર, કોસ્ટિક સોડા અને ડિટરજન્ટ પાવડરનો ઉપયોગ કરાતો હતો આ હાનિકારક દૂધને બજારમાં શુદ્ધ દૂધ તરીકે વેચી લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર રમત રમાતી હતી..નકલી દૂધ બનાવવા માટે 300 લીટર અસલી દૂધનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો..જેમાંથી આશરે 1700થી 2000 લીટર જેટલું નકલી દૂધ બનાવવામાં આવતું હતુ.
Post Views: 174











