ખેલ ખતમ, RCB ચેમ્પિયન! દિલ્હીના દિલના કટકા અને બેંગલુરુમાં દિવાળી, વડોદરામાં રચાયો નવો રેકોર્ડ.”

આજે વડોદરાના બીસીએ (BCA) સ્ટેડિયમ ખાતે રમાયેલી વુમેન્સ પ્રીમિયર લીગ 2026ની ફાઈનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (RCB) દિલ્હી કેપિટલ્સને ૬ વિકેટે હરાવીને બીજી વખત ખિતાબ જીતી લીધો છે. દિલ્હી કેપિટલ્સ માટે આ સતત ચોથી ફાઈનલ હાર હતી. જ્યારે સ્મૃતિ મંધાનાની સેનાએ 204 રનનો વિશાળ સ્કોર ચેઝ કરી ઇતિહાસ રચ્યો છે.દિલ્હીએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 203/4 રન બનાવ્યા હતા.જેમાં કેપ્ટન જેમીમા રોડ્રિગ્સ (57) અને લોરા વોલ્વાર્ડ (44) ની શાનદાર બેટિંગ મુખ્ય રહી હતી.લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી RCB માટે કેપ્ટન સ્મૃતિ મંધાનાએ 41 બોલમાં 87 રન અને જ્યોર્જિયા વોલે 79 રન ફટકારીને 165 રનની રેકોર્ડબ્રેક ઓપનિંગ ભાગીદારી કરી હતી.છેલ્લી ઓવરમાં 10 રનની જરૂર હતી.. ત્યારે રાધા યાદવે સતત બે ચોગ્ગા ફટકારી ૩ બોલ બાકી રહેતા જ RCB ને વિજય અપાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE