ઓસ્ટ્રેલિયામાં બાપુનું અપમાન: મેલબોર્નમાં મહાત્મા ગાંધીની કાંસાની પ્રતિમા ચોરાઈ, ભારત સરકારે નોંધાવ્યો સખત વિરોધ!

ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં મહાત્મા ગાંધીની 426 કિલોગ્રામની કાંસાની પ્રતિમા ચોરાઈ ગઈ છે. આ પ્રતિમા ઓસ્ટ્રેલિયન ભારતીય સમુદાય કેન્દ્રની બહાર સ્થાપિત કરવામાં આવી હતી.ભારતીય સમુદાય માટે સાંસ્કૃતિક, ઐતિહાસિક અને પ્રતીકાત્મક મહત્વ ધરાવે છે.આ ઘટનાથી ભારતીય-ઓસ્ટ્રેલિયન સમુદાયમાં ઊંડી ચિંતા અને આક્રોશ ફેલાયો છે.ભારતે આ બાબતને ગંભીરતાથી લીધી છે.ઓસ્ટ્રેલિયન અધિકારીઓ સમક્ષ ઉઠાવી છે. પ્રતિમા પરત કરવા અને જવાબદારોને ઓળખવા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે.

ભારત સરકારનો પ્રતિભાવ

વિદેશ મંત્રાલય અને સત્તાવાર પ્રવક્તા રણધીર જયસ્વાલે 3 ફેબ્રુઆરી, 2026 ના રોજ એક મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું કે,”અમે ગાંધી પ્રતિમાના વિનાશ અને ચોરીની સખત નિંદા કરીએ છીએ. આ પ્રતિમા મેલબોર્નના રોવિલેમાં ઓસ્ટ્રેલિયન ભારતીય સમુદાય કેન્દ્રમાં સ્થાપિત કરવામાં આવી હતી.અમે ઓસ્ટ્રેલિયન અધિકારીઓને આ ચોરીની તાત્કાલિક તપાસ કરવા,પ્રતિમા પરત કરવાની ખાતરી કરવા અને ગુનેગારો સામે કાનૂની કાર્યવાહી કરવાનો આગ્રહ કરીએ છીએ.”

નવી દિલ્હી સ્થિત ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ દ્વારા આ પ્રતિમા ઓસ્ટ્રેલિયાને ભેટમાં આપવામાં આવી હતી.તેનું ઉદ્ઘાટન 12 નવેમ્બર, 2021 ના રોજ ઓસ્ટ્રેલિયાના તત્કાલીન વડાપ્રધાન સ્કોટ મોરિસન દ્વારા કરવામાં આવ્યું હતું.ઉદ્ઘાટનના 24 કલાકની અંદર,અજાણ્યા વ્યક્તિઓ દ્વારા પ્રતિમાની તોડફોડ કરવામાં આવી હતી.

ઘટનાની વિગતો

મીડિયા અહેવાલો અનુસાર, આ ઘટના સોમવારે બપોરે આશરે 12:50 વાગ્યે બની હતી. મેલબોર્ન પોલીસના જણાવ્યા અનુસાર, ત્રણ ગુનેગારોએ પ્રતિમાને તેના પાયા પરથી કાપવા માટે એંગલ ગ્રાઇન્ડરનો ઉપયોગ કર્યો હતો. સોશિયલ મીડિયા પર ફરતા ફોટામાં પ્રતિમાના પગની ઘૂંટીઓથી કપાયેલી જોવા મળે છે..સ્થળ પર ફક્ત તેના પગના અવશેષો જ બાકી છે.પ્રતિમાની ચોરીના અહેવાલો બાદ સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી. હાલમાં તે સ્પષ્ટ નથી કે આ ઘટના પાછળ કોણ છે.

Leave a Comment

READ MORE

READ MORE