નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવેલા કેન્દ્રીય બજેટ 2026-27ની સીધી અસર બુલિયન માર્કેટ પર જોવા મળી છે.બજેટની જાહેરાતો અને વૈશ્વિક સંકેતોને પગલે રવિવારે ટ્રેડિંગ શરૂ થતા જ સોના અને ચાંદીના ભાવમાં મોટું ગાબડું પડ્યું છે.રોકાણકારો દ્વારા કરવામાં આવેલી ભારે વેચવાલીને કારણે કિંમતી ધાતુઓ દબાણ હેઠળ જોવા મળી રહી છે.
10 ગ્રામના ભાવમાં મોટો ઘટાડો
સોનાના ભાવમાં રવિવારે ટ્રેડિંગ શરૂ થતા જ 8.80% થી વધુનો ઘટાડો નોંધાયો છે..MCX પર સોનું આશરે ₹13,711 ઘટીને ₹1,38,634 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે.અગાઉ સોનું ₹1,93,096ની ટોચે પહોંચ્યા બાદ ગુરુવારે તેમાં ₹42,247નો મોટો ઘટાડો જોવા મળ્યો હતો. બજેટના દિવસે આ ઘટાડો વધુ તીવ્ર બન્યો છે.
ચાંદીમાં જોરદાર ધોવાણ ભાવ પતાશાની જેમ ઓગળ્યા
ચાંદીના ભાવમાં પણ રોકાણકારોની ભાવના નબળી પડતા ૯% સુધીનો કડાકો જોવા મળ્યો છે.ચાંદી ₹22,648 ઘટીને ₹2,69,277 પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે.નોંધનીય છે કે ગત ગુરુવારે ચાંદીએ ₹4 લાખનો આંકડો પાર કરીને ઈતિહાસ રચ્યો હતો.પરંતુ ત્યારબાદ સતત વેચવાલીને કારણે કિંમતોમાં મોટું ગાબડું પડ્યું છે.
બજારમાં કડાકાના મુખ્ય કારણો:
1 બજેટની અનિશ્ચિતતા: બજેટમાં કસ્ટમ ડ્યુટી કે અન્ય ટેક્સમાં ફેરફારની ધારણાને પગલે રોકાણકારોએ નફો બુક કરવાનું શરૂ કર્યું.2. નફા-બુકિંગ (Profit Booking): સોના-ચાંદીના ભાવ સર્વોચ્ચ સપાટીએ હોવાથી મોટા રોકાણકારોએ પોતાની પોઝિશન હળવી કરી. 3. રવિવારે ટ્રેડિંગ: ઇતિહાસમાં પ્રથમવાર રવિવારે બજેટ હોવાથી કોમોડિટી માર્કેટમાં પણ હલચલ જોવા મળી..જેના કારણે વેચવાલીનું દબાણ વધ્યું.
રોકાણકારો માટે શું?
બજારના નિષ્ણાતોના મતે, આ ઘટાડો હજુ થોડા દિવસો સુધી ચાલુ રહી શકે છે. જોકે, લાંબા ગાળાના રોકાણકારો માટે આ ભાવ ઘટાડો ખરીદીની તક પણ બની શકે છે. બજેટની સંપૂર્ણ વિગતો જાહેર થયા બાદ બજારની દિશા વધુ સ્પષ્ટ થશે.
Post Views: 127











