નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં પોતાનું સતત 9મું બજેટ રજૂ કર્યું છે.મોદી સરકારના ત્રીજા કાર્યકાળના આ બીજા પૂર્ણ બજેટમાં સમાજના ત્રણ મુખ્ય સ્તંભો, મહિલાઓ, યુવાનો અને વડીલોના સશક્તિકરણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો.આ બજેટમાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને રોજગારના ક્ષેત્રે અનેક ક્રાંતિકારી નિર્ણયો લેવાયા છે.
મહિલાઓ માટે શું છે ખાસ?
સરકારે મહિલાઓને આર્થિક રીતે સ્વનિર્ભર બનાવવા અને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા માટે અનેક નવી યોજનાઓ જાહેર કરી
C-Martની સ્થાપના: મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપવા માટે ₹1૦,૦૦૦ કરોડના ખર્ચે ‘સી-માર્ટ’ સ્થાપવામાં આવશે.આ પ્લેટફોર્મ દ્વારા મહિલાઓ તેમના ઉત્પાદનો સીધા બજારમાં વેચી શકશે.
લોન પ્રક્રિયા સરળ: MSME અને સ્ટાર્ટઅપ ક્ષેત્રે કામ કરતી મહિલાઓ અને ખાસ કરીને ‘સ્વસહાય જૂથો’ (SHG) માટે લોન મેળવવી હવે વધુ સરળ બનશે.
કામકાજી મહિલાઓ માટે સુવિધા: શહેરોમાં વર્કિંગ વુમન હોસ્ટેલ અને ‘ક્રેચ’ (શિશુ ગૃહ)ની સુવિધાઓ વધારવામાં આવશે. જેથી મહિલાઓ નોકરી અને પરિવાર વચ્ચે સંતુલન જાળવી શકે.
શિક્ષણ અને હોસ્ટેલ: દરેક જિલ્લામાં ‘ગર્લ્સ હોસ્ટેલ’ ખોલવાની જાહેરાત કરવામાં આવી છે.
લખપતિ દીદી યોજના: ગ્રામીણ મહિલાઓની આવક વધારવા માટે આ યોજનાનો વ્યાપ વધારવામાં આવશે.તે સાથે જ ટેક્સટાઈલ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે મહિલાઓ માટે વિશેષ કૌશલ્ય તાલીમ કાર્યક્રમો શરૂ થશે.
યુવાનો માટે ‘યુવા શક્તિ’ પ્રેરિત બજેટ
નાણામંત્રીએ આ બજેટને ‘યુવા શક્તિથી પ્રેરિત’ ગણાવ્યું છે.સરકારનું લક્ષ્ય યુવાનોને આધુનિક ટેકનોલોજી અને રોજગાર સાથે જોડવાનું છે:
નવી શૈક્ષણિક સંસ્થાઓ: દેશમાં ૩ નવી ફાર્માસ્યુટિકલ સંસ્થાઓ અને ૩ નવી આયુર્વેદ કોલેજો ખોલવામાં આવશે.
યુનિવર્સિટી ટાઉનશીપ: લોજિસ્ટિક કોરિડોર પાસે 5 યુનિવર્સિટી ટાઉનશીપ વિકસાવવામાં આવશે.
પર્યટન ક્ષેત્રે તક: ‘નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોસ્પિટાલિટી’ની સ્થાપના થશે અને 20 પ્રખ્યાત પ્રવાસન સ્થળો પર 10,૦૦૦ ગાઈડ્સની કુશળતા વધારવામાં આવશે.
AVGC લેબ: IIT મુંબઈની મદદથી 15,૦૦૦ શાળાઓ અને 5૦૦ કોલેજોમાં એનિમેશન, ગેમિંગ અને વિઝ્યુઅલ ઇફેક્ટ્સ (AVGC) માટે ‘કન્ટેન્ટ ક્રિએટર લેબ’ બનાવવામાં આવશે.
ભાવિ ટેકનોલોજી: AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ), સેમિકન્ડક્ટર, ગ્રીન એનર્જી અને ડ્રોન ટેકનોલોજીમાં યુવાનોને વિશેષ તાલીમ આપવામાં આવશે.
એપ્રેન્ટિસશિપ અને ઇન્ટર્નશિપ: સરકારી અને ખાનગી ક્ષેત્રમાં પેઇડ ઇન્ટર્નશિપની તકો વધારવામાં આવશે. જેથી અભ્યાસની સાથે પ્રેક્ટિકલ અનુભવ મળી શકે.
વૃદ્ધો અને અન્ય વર્ગો માટે
બજેટમાં વરિષ્ઠ નાગરિકોની સુવિધા અને સામાજિક સુરક્ષા માટે પણ વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે.જેમાં સ્વાસ્થ્ય સેવાઓનો વ્યાપ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
Post Views: 126











