ચેરીટીતંત્ર કચેરીના હુકમોની નકલ અંગે ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, કાનૂની પ્રક્રિયા બનશે મજબૂત

ચેરીટીતંત્રની કામગીરીમાં પારદર્શિતા વધારવા રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ચેરીટીતંત્રની કચેરીઓમાં થતી ન્યાયીક અને અર્ધન્યાયીક કામગીરીમાં થયેલા અંતિમ હુકમોની સંપૂર્ણ નકલ હવે સંબંધિત પક્ષકારોને વિનામૂલ્યે મોકલી શકાશે.

ગુજરાત સરકાર દ્વારા ચેરીટીતંત્રના વહીવટમાં પારદર્શિતા લાવવાના હેતુથી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમ ૧૯૫૦ની કલમ-૮ હેઠળ ચેરીટીતંત્રની કચેરીઓમાં થતી ન્યાયીક અને અર્ધન્યાયીક કામગીરીમાં થયેલા અંતિમ હુકમોની સંપૂર્ણ નકલ હવે સંબંધિત પક્ષકારોને વિનામૂલ્યે પ્રદાન કરવામાં આવશે. સાથોસાથ આ નકલ પક્ષકારોને રજીસ્ટર્ડ એ.ડી. પોસ્ટ દ્વારા પણ મોકલવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE