2024 માં, સરકારે GST કલેક્શનથી બમ્પર કમાણી કરી છે, જો આપણે જાન્યુઆરી 2024 થી ડિસેમ્બર 2024 સુધીના આંકડાઓ પર નજર કરીએ તો, GST કલેક્શનમાંથી સરકારે કુલ 21.51 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે.
છેલ્લા 2024ના વર્ષના વર્ષમાં ભારત સરકારે GST કલેક્શનથી બમ્પર કમાણી કરી છે. જેના પગલે 2024 ભારતીય અર્થવ્યવસ્થા માટે વધુ સારું રહ્યું, સરકારને જાન્યુઆરીથી ડિસેમ્બર મહિનામાં GST કલેક્શનમાંથી કુલ 21 લાખ 51 હજાર કરોડ રૂપિયાની આવક થઈ છે. નવેમ્બરની સરખામણીએ ડિસેમ્બર મહિનામાં સરકારે GSTથી થોડી ઓછી કમાણી કરી છે. જ્યાં નવેમ્બરમાં GST કલેક્શન 1.82 લાખ કરોડ રૂપિયા હતું. જ્યારે ડિસેમ્બરમાં તે ઘટીને 1.77 લાખ કરોડ રૂપિયા થઈ ગયું. નવેમ્બરમાં GST કલેક્શન 8.5 ટકા વધીને 1.82 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે.
નાણા મંત્રાલયના ડેટા અનુસાર એપ્રિલ-ડિસેમ્બરના સમયગાળા માટે કલેક્શન રૂ. 16.34 લાખ કરોડ છે. જ્યારે ઓક્ટોબરમાં ગ્રોસ GST કલેક્શન 9 ટકા વધીને રૂ. 1.87 લાખ કરોડથી વધુ થઈ ગયું છે, જે સ્થાનિક વેચાણમાં વધારો અને બહેતર પાલનને કારણે અત્યાર સુધીનું બીજું સૌથી વધુ કલેક્શન છે. જો આપણે વર્ષ 2024માં જાન્યુઆરીથી ડિસેમ્બર મહિનાના જીએસટી કલેક્શનના આંકડાઓ પર નજર કરીએ તો તેમાં ઘણી વધઘટ જોવા મળી છે. જાન્યુઆરીથી ડિસેમ્બર મહિનામાં GSTથી સરકારી તિજોરીમાં 21 લાખ 51 હજાર કરોડ રૂપિયા આવ્યા છે.
કુલ GST કલેક્શન 16.33 લાખ કરોડ રૂપિયા
નાણાકીય વર્ષ 2024-25માં સરકારનું કુલ GST કલેક્શન 16.33 લાખ કરોડ રૂપિયા છે. આ ડેટા એપ્રિલ 2024 થી ડિસેમ્બર 2024 સુધીનો છે, નાણાકીય વર્ષ 2024-25 સમાપ્ત થવામાં હજુ ત્રણ મહિના બાકી છે. તમને જણાવી દઈએ કે નાણાકીય વર્ષ 2023-24માં સરકારને GST કલેક્શનમાંથી 20.14 લાખ કરોડ રૂપિયા મળ્યા હતા, જ્યારે FY 2022-23માં GSTથી સરકારી તિજોરીમાં 14.96 લાખ કરોડ રૂપિયા આવ્યા હતા.
શાનદાર કલેક્શન થયું
જો આપણે જાન્યુઆરી 2024 થી ડિસેમ્બર 2024 સુધીના માસિક GST કલેક્શનના આંકડા પર નજર કરીએ તો માત્ર ત્રણ જ પ્રસંગો એવા છે જ્યારે સરકારનું GST કલેક્શન 1.80 લાખ કરોડ રૂપિયાને વટાવી ગયું છે. તમને જણાવી દઈએ કે જુલાઈ 2024, ઓક્ટોબર 2024 અને નવેમ્બર 2024માં GST કલેક્શન 1.80 લાખ કરોડ રૂપિયાના આંકડાને પાર કરી ગયું છે.
GST ચોરી પર અંકુશ આવશે
GST કાઉન્સિલની 55મી બેઠકમાં GST ચોરી અટકાવવા માટે માલસામાન માટે ટ્રેક અને ટ્રેસ મિકેનિઝમ લાગુ કરવા દરખાસ્ત કરવામાં આવી હતી. આ હેઠળ, આવી વસ્તુઓ અથવા પેકેટો પર એક વિશિષ્ટ ચિહ્ન મૂકવામાં આવશે, જેથી તે સપ્લાય ચેઇનમાં શોધી શકાય. તેનો ઉદ્દેશ્ય સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (CGST) એક્ટ, 2017 માં કલમ 148A દ્વારા જોગવાઈનો સમાવેશ કરવાનો છે, જેથી કરીને સરકારને કરચોરીની સંભાવના ધરાવતા ઉત્પાદનોને ટ્રૅક કરવા અને ટ્રેસ કરવા માટે સક્ષમ બનાવવામાં આવે.
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)











