શેર માર્કેટમાં હાહાકાર! સેન્સેક્સ ફરી 1,176 તૂટયો, રોકાણકારોએ 9000000000000 રૂપિયા ખોયા

ક્રિસમસ પહેલાં બજાર નીચે જોવા મળ્યું છે. જેમાં આજની વાત કરવામાં આવે તો સેન્સેક્સ 1100 પોઈન્ટ ઘટ્યો હતો. જ્યારે નિફ્ટી 23600 ની નીચે જોવા મળી હતી.

ગઇ કાલે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. ત્યારે આજ સ્થિતી આજે પણ જોવા મળી હતી. જેમાં ક્રિસમસ પહેલા બજાર સાવ નીચી સપાટીએ જોવા મળ્યું છે. ગઇ કાલે અમેરિકાના શેર બજારમાં મોટો કડાકો નોંધાયો હતો. જેની અસર ભારતીય શેર બજાર પર દેખાઇ હતી. જેમાં સેન્સેક્સ 80 હજારની આસપાસ, નિફ્ટી પણ 1% તૂટ્યો હતો. ત્યાર આજે આ આંકડો 1176 પોઇન્ટે પહોંચ્યો હતો.

કારોબાર લાલ નિશાન પર બંધ

સપ્તાહના અંતિમ દિવસે ભારે ઘટાડા સાથે કારોબાર લાલ નિશાન પર બંધ થયો હતો. BSE પર સેન્સેક્સ 1176 પોઈન્ટના ઘટાડા સાથે 78,041.59 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 1.38 ટકાના ઘટાડા સાથે 23,621.85 પર બંધ થયો હતો.

આ શેરોમાં ઉછાળો

યુએસ ફેડ દ્વારા 25 બેસિસ પોઈન્ટ રેટ કટની જાહેરાત કર્યા પછી બંને નિફ્ટી અને બીએસઈ સેન્સેક્સ 1 ટકા ઘટ્યા હતા, પરંતુ 2025 માં માત્ર બે રેટ કટનો અંદાજ મૂક્યો હતો, જે સપ્ટેમ્બરમાં નીતિ નિર્માતાઓ દ્વારા અપેક્ષિત કાપના અડધા હતા. સેન્સેક્સ શેરોમાં એક્સિસ બેન્ક, એલએન્ડટી, અલ્ટ્રાટેક સિમેન્ટ, આઇટીસી, જેએસડબ્લ્યુ સ્ટીલ અને ટાટા સ્ટીલ નીચા ખુલ્યા હતા, જ્યારે એનટીપીસી, ટીસીએસ, બજાજ ફાઇનાન્સ, એશિયન પેઇન્ટ્સ અને ભારતી એરટેલમાં ઉછાળો જોવા મળ્યો હતો. ભારતીય IT કંપનીઓ TCS, Infosys અને Wipro સેક્ટર લીડર એક્સેન્ચરના સકારાત્મક પરિણામો પછી 1 ટકા સુધી વધ્યા હતા, જેણે તેના પ્રથમ ક્વાર્ટરના નફા અને આવકના અનુમાનને પાછળ છોડી દીધા હતા.

ઓપનિંગ માર્કેટઃ
ટ્રેડિંગ સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર ઘટાડા સાથે લાલ નિશાનમાં ખુલ્યું હતું. BSE પર સેન્સેક્સ 181 પોઈન્ટના ઘટાડા સાથે 79,036.33 પર ખુલ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.19 ટકાના ઘટાડા સાથે 23,906.40 પર ખુલ્યો.

આજના ટ્રેડિંગ દરમિયાન ડૉ. રેડ્ડીઝ લેબ્સ, એપોલો હોસ્પિટલ્સ, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, એશિયન પેઇન્ટ્સ અને ટાઇટન કંપનીના શેર્સ ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતા. જ્યારે ટેક મહિન્દ્રા, એક્સિસ બેંક, ટીસીએસ, ઇન્ડસઇન્ડ બેંક, એમએન્ડએમના શેર ટોપ લૂઝરની યાદીમાં સામેલ હતા. આ તમામ ક્ષેત્રીય સૂચકાંકો લાલ નિશાનમાં ટ્રેડ થયા હતા. અને રિયલ્ટી અને આઈટીમાં 2-2 ટકાનો ઘટાડો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE