અદાણી કંપનીના રોકાણકારોને રાતા પાણીએ રોવાનો વારો! એક જ ઝાટકે કરોડો રૂપિયા ડૂબ્યા

ગૌતમ અદાણીને આજે મોટો ઝટકો લાગતા લગભગ સંપત્તિ 10 અબજ ડૉલર ઘટી ગઈ છે. જાણો શું છે સમગ્ર મામલો…

Adani Group Stocks: અમેરિકન અધિકારીઓને અદાણી ગ્રુપ પર લાંચ આપવાનો આરોપ લાગ્યા બાદ ગૌતમ અદાણીને આજે મોટો ઝટકો લાગ્યો છે. આ આરોપ બાદ અદાણી ગ્રુપના શેરમાં ઘટાડો જોવા મળ્યો અને તેમની સંપત્તિ લગભગ 10 અબજ ડૉલર જેટલી ઘટી ગઈ છે. એટલુ જ નહીં ફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયોનેર ઈન્ડેક્સમાં અદાણી 17માથી સીધા 25મા સ્થાને સરકી ગયા છે.

અદાણી શેરોના ભાવમાં ઘટાડો

અમેરિકન અધિકારીઓના આરોપ બાદ બજાર ખુલતાની સાથે જ અદાણી ગ્રુપના શેરમાં ધડાધડ વેચવાલી જોવા મળી હતી અને શેરોના ભાવમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. અદાણી એન્ટરપ્રાઈઝ અને અદાણી પોર્ટ્સમાં 10-10 ટકાનો ઘટાડો થયો છે. તો અદાણી પાવર લગભગ 13 ટકા જેટલો ઘટ્યો છે. આ ઉપરાંત અદાણી ગ્રીન એનર્જી 17 ટકા અને અદાણી એનર્જી સોલ્યુશન 20 ટકા જેટલો ઘટી ગયો છે. ACCમાં 12.75 ટકાનો ઘટાડો છે. અંબુજા સિમેન્ટમાં પણ 10 ટકાની નીચી સર્કિટ લાગી છે.

વધુ વાંચો : સેન્સેક્સ-નિફ્ટી ઘટાડા સાથે ખુલ્યા, અદાણી ગૃપની કંપનીઓના શેર 10 ટકા સુધી ગગડ્યા

ગૌતમ અદાણીની નેટવર્થ પણ પર અસર પડી

આ સિવાય અદાણી વિલ્મર પણ 9.31 ટકા ઘટ્યા છે. આ શેરોના ભાવ ઘટતા તેની અસર ગૌતમ અદાણીની નેટવર્થ પર પણ પડી છે. અબજોપતિઓમાં તેમનો દરજ્જો પણ ઘટી ગયો છે. હવે તેની 60.1 અબજ ડૉલર નેટવર્થ થઈ ગઈ છે.

SECએ લગાવ્યો લાંચ આપવાનો આરોપ

અમેરિકાની સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC)એ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી પર અમેરિકન રોકાણકારોને છેતરવાનો અને સરકારી અધિકારીઓને લાંચ આપવાનો આરોપ મૂક્યો છે. આ કેસમાં અદાણીના ભત્રીજા સાગર અદાણી, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના અધિકારી અને એઝ્યુર પાવર ગ્લોબલ લિમિટેડના એક્ઝિક્યુટિવ સિરિલ કેબનેસ સામે પણ આરોપો લગાવવામાં આવ્યા છે.

SECની ફરિયાદમાં શું કહ્યું છે ?

SECની ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે આ લોકો ફેડરલ સિક્યોરિટીઝ કાયદાની છેતરપિંડી વિરોધી જોગવાઈઓનું ઉલ્લંઘન કરી રહ્યા છે. SECના નિવેદન અનુસાર, આ યોજના દરમિયાન, અદાણી ગ્રીને અમેરિકન રોકાણકારો પાસેથી 175 મિલિયન ડૉલર (આશરે રૂ. 1,450 કરોડ) કરતાં વધુ એકત્ર કર્યા હતા. ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જમાં એઝ્યુર પાવરના શેરો ટ્રેડ થઈ રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE